🌹તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે…. હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે. – બંકિમભાઈ મોતીવાલા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

🌹તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે….
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે.

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી

દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…….
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,……
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?…
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

‘ લેક્સસ ‘ ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,…..
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,…..
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,…
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?….
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા 🌹બંકિમભાઈ મોતીવાલા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *