કૃષ્ણ સુદામા. અભય જોષી.

કલા સાહિત્ય ગુજરાત ભારત વિશેષ

મળે જો કોઇ મિત્ર કૃષ્ણ જેવો
તો હુ ગરીબ સુદામા પણ થવા તૈયાર છુ

ભલેને ખુલ્લા પગે દોટના મૂકે મને મળવા
પણ મળુ ત્યારે ભીની આંખે ભેટી પડે તો પણ બસ છે

ભલે ને ના બંધાવી આપે મોટા મહેલ મને
પણ જો દીલમા રેવાને થોડીક જગ્યા આપે તો પણ બસ છે

ભલે ના છોડે એની પટ્ટરાણી ઓને મારા માટે
પણ જો સાથે વીતાવવા થોડી ક્શણો આપે તો પણ બસ છે

ભલે ને ગાદી પર બેસાડી એની પગ ના ધુવે મારા
પણ દરેક પરિસ્થીતીમાં સાથે રહે તો પણ બસ છે

ભલે ને એ દ્વારીકાનો નાથ ને હુ પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ બનુ
પણ હુ કાઇ ના બોલુ ને બધુ સમજી જાય તો પણ બસ છે

ભલે ને એની સાથે જીંદગી ની દરેક ક્શણ ના જીવી શકુ
પણ જો જીંદગી જીવવાને થોડીક યાદો આપી જાય તો પણ બસ

અભય જોષી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati
 • 48
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  48
  Shares
 • 48
  Shares

1 thought on “કૃષ્ણ સુદામા. અભય જોષી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *