પહેલું સુખ તે જાતે નર્યા:વૈદ્ય બળદેવપ્રસાદ પનારા.

આંતરરાષ્ટ્રીય ભારત વિશેષ સમાચાર

આજ કાલ ઉંમરલાયક લોકોને હાડકાના ઘસારાના દર્દો ખાસ થાય છે.જેમાં પગના ઘૂંટણ ( ઢીંચણ ) ની ઢાંકણીનો ઘસારો ,પગના મોટા હાડકાના બોલનો ઘસારો પ્રાયઃ થાય છે . જેથી વ્યક્તિને ચાલવા,ફરવામાં,પલાંઠી વાળીને બેસવામાં ,દાદર ચડવા ઉતરવામાં તકલીફ થાય ,કે લાકડી નો સહારો લેવો પડે .ઘણા લોકો ને કમરના મેરુ દંડકે મણકાના ઘસારાની કે તેની ગાદી ખસી જવી કે હાથ પગની સામાન્ય ક્રિયા કરતા દર્દ થવું .આ દરેક દર્દોને આયુર્વેદમાં વાયુદોષ ના દર્દ પ્રમાણે સારવાર કરવામાં આવે છે.
ઘણા ખરા ફક્ત દેશી બાવળ નો પાવડર લઇને લાંબા ગાળાના સેવન બાદ રાહત મેળવે છે. મારા આયુર્વેદ જ્ઞાન અને પ્રેક્ટિસ ના આધારે કેટલીય સફળ આયુર્વેદિક દવાઓની ફોર્મ્યુલા મેં બનાવી છે . આ અસ્થિ રોગ માટે અસ્થિ પોષક ચૂર્ણ ( બોન ટોન BON TONE ) નામની અકસીર દવા
૧ દેશી બાવળની સિંગનો પાવડર તેમાં દરેક દેશી બાવળ કરતા ગોળ દાણા વાળી સિંગ વધુ અકસીર છે. ૨૦ ગ્રામ
૨ આમળા નો પાવડર ચૂર્ણ . ૧૦૦ ગ્રામ .
૩ ચાર ચમત્કારી આયુર્વેદિક ભસ્મો
ગોદાંતી,શંખ,કર્પદ,અને શુકતી દરેક ૧૦ ગ્રામ.
લઈને ચૂર્ણ બનાવીને દરરોજ એક ચમચી સવાર સાંજ નવશેકા પાણી સાથે સેવન કરવું.
દરેક દવા આયુર્વેદિક મેડિસિન સ્ટોર માં મળે પણ ક્યાંક ન મળે તો સંપર્ક કરવો .
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
મહર્ષિ આયુ ક્લિનિક. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati
 • 24
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  24
  Shares
 • 24
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *