ધર્મગ્રંથો કે વિજ્ઞાન ગ્રંથો ? શિલ્પા શાહ.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક ભારત વિશેષ

હિંદુધર્મને સનાતનધર્મ કહ્યો છે કેમ કે તે અપૌરુશીય છે એટલે કે તેની સ્થાપના કોઈ માણસ દ્વારા થઇ નથી. આ ધર્મ જયારે માનવની ઉત્પત્તિ પણ ન હતી તે પહેલાનો છે. તેના ધર્મગ્રંથોમાં આજથી હજારો વર્ષો પહેલા જે લખ્યું છે તે આજના વિજ્ઞાને સ્વીકાર્યું છે જેમ કે
૧) શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે સૂર્ય કેન્દ્રમાં છે અને તેની આજુબાજુ પૃથ્વી તેમજ અન્ય ગ્રહો ફરે છે જયારે યુરોપના દેશોને આની ખબર સત્તરમી સદીમાં થઇ. એ પહેલા તેઓ માનતા હતા કે પૃથ્વી કેન્દ્રમાં છે અને સૂર્ય ફરે છે. આ વાતનુ ખંડન ગેલીલિયો નામના વૈજ્ઞાનીકે કર્યું.
૨) બ્રહ્માંડ અંડાકારમાં ફેલાયેલું છે જેથી તેને બ્રહ્મ+અંડ=બ્રહ્માંડ કહેવામાં આવે છે. આ અંડમાં એક સમયે કશું જ ન હતું તેથી તેને મૃત અંડ કહેવાતું અને તેમાંથી સૌપ્રથમ જન્મેલ સૂર્યને માર્તંડ કહેવાય છે. આધુનિક વિજ્ઞાનને આ સમજ હવે પડી છે જે વેદોમાં પહેલેથી જ લખેલી છે.
૩) ગ્રહોની ગતિ તેમજ દરેક ગ્રહોનુ સૂર્યથી અંતર વેદો અને ભાગવતમાં વર્ષો પહેલાથી લખેલું છે જે હવે વિજ્ઞાને શોધ્યું છે અને ગ્રંથોની વાત સ્વીકારી છે. સૂર્યથી ગ્રહ જેટલો દૂર તેટલો વધુ સમય તેને સૂર્યનું એક ચક્ર પૂરું કરતા લાગે, તે વાત હવે વિજ્ઞાને સંશોધન બાદ જાહેર કર્યું છે. શનિ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ હોવાથી તેને સૂર્ય ફરતે એક ચક્ર પૂરું કરતા સૌથી વધુ સમય (૩૦ વર્ષ) લાગે છે જયારે પૃથ્વી તે એક વર્ષમાં કરે છે. જે માહિતી વિજ્ઞાનને મળ્યાને હજુ માત્ર ૨૦૦ વર્ષ થયા છે.
૪) પૃથ્વીથી સૂર્યનું અંતર જે હનુમાનચાલીસામાં લખ્યું છે (યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ) તે વિજ્ઞાને હમણાં શોધી નાખ્યું છે અને તે એકઝેટ હનુમાન ચાલીસમાં દર્શાવેલ અંતર સાથે મેચ થાય છે.
૫) હિંદુશાસ્ત્રોમાં લખ્યું છેકે પૃથ્વી શેષનાગના મસ્તક પર રહેલી છે જે વાત પર બુદ્ધિજીવીઓ હસતા હતા, આજે વિજ્ઞાને શોધ્યું છે કે બ્રહ્માંડની નિહારિકા સર્પના આકારમાં છે અને શીર્ષ ભાગમાં આપણું સૂર્યમંડળ અને પૃથ્વી આવેલા છે.
૬) ભાગવતમાં જે પાતાળલોકનો ઉલ્લેખ છે જ્યાંના લોકો માયાવી નગરી વસાવવામાં માહિર હતા. તે આજનો પેરુ પ્રદેશ છે જે દક્ષીણ અમેરિકામાં છે. આજે પણ ત્યાના સ્થાપત્યો વખણાય છે જે આજે પણ મોજુદ છે.

૭) વરાહમિહિર નામના ખગોળશાસ્ત્રીએ ભાગવતનો આધાર લઇ પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશને સુવ્યવસ્થિત ગણેલા જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
૮) સૂર્યના જે સાત ઘોડા શાસ્ત્રોમાં વર્ણવ્યા છે તે આજના વિજ્ઞાનના મતે પ્રકાશના સાત રંગ છે.
૯) મનુષ્યનુ આયુષ્ય ૧૦૦ વર્ષનું છે તેવી ભાગવતની વાતને આજના વિજ્ઞાને સમર્થન આપ્યું છે.
૧૦) રાવણ પર ચડાઈ વખતે રામે ભગવાન શંકરની પૂજા જ્યાં કરી હતી અને શિવલિંગ બનાવેલ તે આજે પણ રામેશ્વરના નામે દક્ષીણભારતમાં જોવા મળે છે.
૧૧) રામ-રાવણના યુદ્ધ વખતે વાનરો દ્વારા સમુદ્ર પાર કરવા જે પુલ બનાવવામાં આવેલો તે પુલ સેટેલાઈટ દ્વારા ચિત્રો મેળવતા તેજ જગ્યા એ જોવા મળ્યો છે.
૧૨) કૃષ્ણની સોનાની દ્વારિકાના અવશેષો પણ પુરાતત્વના સંશોધન કર્તાઓને મળેલ છે.

૧૩) હિન્દુધર્મ અનુસાર માનવશરીરની રચના પંચમહાભૂતો (અગ્નિ,પાણી,વાયુ,આકાશ,પૃથ્વી) માંથી થયેલ છે. જે મૃત્યુ પછી ફરી આ જ પાંચ તત્વોમાં વિલિન થઇ જાય છે.વીસમી સદીમાં આ સત્યનું પ્રમાણ નાર્વેના ડોક્ટર નીલ્સ ભોરે આપેલું કે કોઈ પણ જીવના નિર્માણમાં સક્રિય પ્રોટોનનું હોવું અનિવાર્ય છે,અને ખનીજ (ભૂમિ) પાણી,વાયુ(નાઈટ્રોજન અને ઓક્સીજનનું એકસરખુંપ્રમાણ) ના મિશ્રણમાં વિદ્યુત સ્પાર્ક (આકાશતત્વ) થવાથી સક્રિય પ્રોટોનનું નિર્માણ થાય છે.આ પ્રોટોન ઉષ્મામાં(અગ્નિ) મળતા જીવ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જેવું જીવન આરંભમાં થયેલ.
૧૪) વેદો-પુરાણોમાં ૮૪ લાખ ફેરાની વાત છે અને ૮૪ લાખ ફેરા બાદ મનુષ્યયોની મળે છે. આ કથન લખાયાના સેંકડો વર્ષો પછી વૈજ્ઞાનીકોએ સંશોધન કર્યું કે મનુષ્ય ઉત્પત્તિ જીવાણું (બેક્ટેરિયા)નાં રૂપમાં શરૂઆતમાં થયેલ ત્યારબાદ સમયાંતરે થનાર પ્રાકૃતિક ફેરફારના ફળ સ્વરૂપે અનેક રૂપોમાં(યોનીઓ) વિકસિત થતા-થતા વનમાનવ બન્યો અને ત્યારબાદ વિકાસ સાથે આજનો સભ્ય માનવ બન્યો.
૧૫) ધર્મશાસ્ત્રો અનુસાર ભગવાન કણ-કણમાં છે જે કોરી કલ્પના નથી. “God particle” ની શોધ તેમ જ વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર) અનુસાર સમગ્ર સૃષ્ટિની રચના અણુ અને પરમાણુથી થયેલ છે. જેમાં ઈલેક્ટ્રોન સતત પ્રોટોનની આજુબાજુ ચક્કર લગાવે છે. શાસ્ત્રોમાં ઈશ્વરની કલ્પના એક પ્રકાશ પુંજ તરીકે કરવામાં આવી છે જે વિજ્ઞાનની ઈલેક્ટ્રોન અને પ્રોટોનની સંરચના સાથે સામ્યતા ધરાવે છે.
૧૬) શાસ્ત્રોમાં જણાવેલ છે કે વિવાહ માટે ગોત્ર વગેરે ધ્યાન પર લેવું જરૂરી છે. આજના વિજ્ઞાને સ્વીકાર્યું છે કે અંદર-અંદર એક જ ગોત્રમાં લગ્નથી અશક્ત અને અસ્વસ્થ સંતાન પેદા થાય છે. દૂરની પેઢીમાં લગ્નથી સંતાન સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. શિલ્પા શાહ – ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *