ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા આ વર્ષે તારીખ 6 દિવસનો ફોટોગ્રાફી વર્કશોપ જૂનાગઢ ખાતે યૉજવામા આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના ફાઈન આર્ટ્સના 25 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તેમાથી શેઠ સી. એન. ફાઈન આર્ટ્સનાં 10 વિદ્યાર્થીઓ રાહુલ ગોસાઈ, ધવલ ડોડીયા, રાજ અંકિત, પ્રસમ શાહ, રવિ મકવાણા, જૈનીસ ધોલરયા, જીતેન્દ્ર લોહાર, નીલ કંડારીયા, દેવાંગ પટેલ, અને યસ સોનીએ ભાગ લીધો હતો.
આ વર્કશોપમાં માર્ગદર્શન તરીકે રાજ્યના જાણીતા ફોટોગ્રાફર વ્રજ મિસ્ત્રી અને રોહિત ભગતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જૂનાગઢના આ ફોટોગ્રાફીના અનુભવથી આ 10 વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફીનું શેઠ સી. એન. ફાઈન આર્ટ્સની ગેલેરી મા પ્રદર્શન યોજ્યું છે.જેની કેટલીક યાદગાર તસ્વીરો અત્રે પ્રસ્તુત કરીએ છે.
આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.