ઈકેબાના પુષ્પ સજ્જતા: ભાવના મારુ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ઈકેબાના એ જાપાનીઝ ફૂલોની સંરચના સાથે સુશોભિત કરવાની કળા સાથે ફૂલોને લાંબા સમય સુધી ફૂલોને તાજા રાખવાની સાથે સુશોભન સાથે વૈવિધ્ય સભર સંરચના થકી મનને પ્રસન્ન અને પ્રફુલ્લિત રાખવા માટે કરવામાં આવે છે ઈકેબાનાના મૂળ ભારતની સંસ્કૃતિમાં છુપાયેલી છે.

ભારતની ભવ્ય સંસકૃતિના હાર્દ સમાં બૌદ્ધ ધર્મ અને ભગવાન બુદ્ધ અને તે સમય ની કલા સંસ્કૃતિની ઝલક વિદેશોમાં પણ પહોંચી છે. અને તેઓ એ આ કળા ને જીવંત રાખીને તેને ઈકેબાના સ્વરૂપે વિશ્વને વસ્તુકલા અને સુશોભન કલા સાથે જોડીને સંસ્કૃતિ કળાને પ્રચારીત કરી છે.
ઈકેબાના માં ત્રણ મહત્વની લાઇન નું આગવું સ્થાન છે.
આકાશ, પૃથ્વી અને માનવી
આ ત્રણ લાઇન મુજબ અન્ય બીજી સહાયક લાઇન હોય છે. આખી રચના આ ઈકેબાના ની સંપૂર્ણ રચનાઓ એ એક આધ્યાત્મિક જાગૃતિ થકી માનવી ને માનવ બનાવવા માટેની એક યાત્રા માનવામાં આવે છે. વ્યક્તિનું જીવન સુસંવાદીત કઈ રીતે બને તેમ કેટલાય ગુણ , મહેનત અને એકાગ્રતા ના સમન્વય થકી પુષ્પ સજાવટ અને સંરચના કરવાની કલા હોય છે

ઇ.સ ૧૫૪૫ માં જાપાનમાં ઈકેનોબો સ્કૂલ ઈકેબનાની વિશ્વની પ્રથમ જે આજના યુગમાં પણ પોતાનું પ્રથમ સ્થાન જાળવી ને પ્રથમ નંબરની ઈકેબાના કલાની શીખવતી સ્કૂલ છે જે કળાની ડીગ્રી એનાયત કરે છે.ત્યારબાદ ઈકેબાનાની સેંકડો સ્કૂલો વિશ્વના દરેક દેશોમાં ખુલી અને દેશ વિદેશમાં આ કળા ઘણીજ પ્રચલિત બની ગઈ .જપનીઝના પ્રકૃતિ પ્રેમ ,બૌદ્ધ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને સાધવાની કળા એ ઈકેબનાને જન્મ આપેલ છે. ઈકેબાના પુષ્પ સજ્જા ઋતુઓ પ્રમાણે કુદરતે આપેલ રંગબેરંગી પુષ્પો,પર્ણ, અને તેની શાખાઓ વડે આ પુષ્પ સજ્જા બનાવવામાં આવે છે.

પુષ્પોની ચેતનાશક્તિ અને માનવ મનની સાથે તાલમેલ કરીને સર્જન કરેલ ઈકેબાના એક અનહદ આનંદ ની અનુભૂતિ વડે હૃદયને પ્રફુલ્લિત કરી નાખે છે. સમગ્ર દિવસ દરમ્યાન કરેલ કાર્ય ,ભાગદોડ,મહેનત અને શ્રમ થકી મનુષ્ય થાક થકી ઉત્સાહ વિહીન અવસ્થામાં થી પ્રફુલ્લિત અને તરોતાજા અનુભૂતિ ફક્ત ઈકેબનાને પુષ્પોની સજ્જાથી પ્રાપ્ત થાય છે.
જીવન દર્શનની આત્મ ઝલક મેળવવા માટે ઈકેબાના તેની અદભુત કળા એક પ્રાથમિક માધ્યમ છે.અને જે દરેક વ્યક્તિઓ એ શીખવી જ રહી.

લેખિકા ભાવના મારૂ એ આ કળાને પોતાનો જુવન મંત્ર બનાવેલ છે.અને આજીવન તેની આરાધના કરવાનું પ્રણ લીધેલ છે. છેલ્લા બે દસકામાં તેમના યુરોપના અધિવાસ દરમ્યાન તેમને ટ્રેડિશનલ જાપાનીઝ ઢબથી ઈકેબનાનું પદ્ધતિસરનું જ્ઞાન અનુભવ અને શિક્ષણ પ્રાપ્ત કરેલ છે.

અને તેઓ વિશ્વની પ્રથમ નંબરની બન્ને સ્કૂલોની
(૧) સ્કૂલ ઓફ ઈકેનોબો – ક્યોટો જાપાન
(૨) સ્કૂલ ઓફ ઓહારા ટોકિયો જાપાનના માસ્ટર ઓફ ઈકેબનાની ડીગ્રી ધરાવે છે દેશ વિદેશમાં વિવિધ પ્રદર્શનો,નિયમિત કોચિંગ કલાસ અને અસંખ્ય સેમિનારો થકી તેમની ઈકેબનાની આરાધના યાત્રા દેદીપ્યમાન છે. અને હાલમાં પણ તેઓ ઈકેબનાની જ્ઞાન અને કળાને શીખવી રહ્યા છે. હમણાં થોડા સમયથી તેઓ અમદાવાદમાં સ્થાઈ થયા છે.અને આ કળાને પોતાના જ્ઞાન , અનુભવ અને માર્ગદર્શન થકી અન્ય ને ઈકેબાના કળાને શીખવવાનું કાર્ય કરી રહ્યા છે. ભાવના મારુ. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares
 • 11
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *