જેજી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્ધ્રારા જેજી કેમ્પસ ઓફ એક્સિલેંસ ખાતે ભવ્ય નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

જેજી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા જે.જી. કેમ્પસ ઓફ એક્સિલેંસ ખાતે તા:-૦૧/૧૨/૨૦૧૮ના રોજ એક ભવ્ય નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમની શરુઆત “કલાશ્રી” એશ્વર્યા વારીયરના વિદ્યાર્થીઓ “શગુન અને ઈલંગોવનના” “શિવ પંચાક્ષરી સ્ત્રોતમ ”ના નૃત્ય સાથે થઈ.તેના પછી “કલાશ્રી” એશ્વર્યા વારીયરે સ્વયં મોહિની અટ્ટમ નૃત્ય શૈલીમાં “માતા ગંગે પ્રણામ્યહમ” પર નૃત્ય પ્રસ્તુત કર્યુ આ નૃત્ય એક માતાનું પ્રતિબીબ સ્વરૂપ હતુ,જેમાં તેમનો સ્વર્ગમાંથી ઉદભવ,મનુષ્ય જાતી સાથે સંમિશ્રણ,અસ્વચ્છ અને અપવીત્ર થયા છતાં માફીનો ભાવ પર આધારિત આ પ્રસ્તૃતી ખુબ અદભુત રહી. તે પછી વી.માધવન નાયર (માલી)ની કવિતા પર આધારીત “નીલીમા –વાદળીરંગ થી ઉપરાંત –એક સંશોધન” પર નૃત્ય પ્રસ્તુતિ થઈ,આ કવિતા વાદળી રંગના ખરાતત્વ વિશે છે. અદૃશ્ય કલાત્મક અવકાશમાં એક નૃત્યાંગનાની વાત આ ચલચિત્ર દ્ધ્રારા પ્રસ્તુત થઈ,જેમાં “નિલીમા-ઉત્કૃષ્ટતા ની શોધ” પર આધારિત નૃત્ય પ્રસ્તુત થયુ. બે કલાકના આ કાર્યક્રમમાં સંગીત નાટક એકેડમીના પુર્વ ચેરમેન શ્રી યોગેશ ગઢવી અને બીજા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares
 • 4
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *