બ્રહ્મચર્યનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ : શિલ્પા શાહ.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બ્રહ્મચર્યનું પાલન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની પૂર્વશરત છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ૧૦ કિલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મીલીગ્રામ લોહી બને છે અને ૨૫૦ મીલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે. એક જીવનનું સર્જન કરવાની શક્તિ ધરાવતા વીર્યની અધોગતિ કોઈ રીતે યોગ્ય નથી. માત્ર પ્રજોત્પતિના ઉમદા આશય સિવાય વીર્યનો ઉપયોગ (બગાડ) કરવો અજ્ઞાન છે. જે જાણે અજાણે નર્ક જેવી જિંદગી જીવવા મનુષ્યને મજબુર કરી દે છે, કેમ કે વારંવારના વીર્યસ્ખલન બાદ જો યોગ્ય માત્રામાં પોષકઆહાર લેવાય નહિ તો ધીરેધીરે શરીર નબળું પડતું જાય છે, ઘડપણ વહેલું આવે છે. બ્રહ્મચર્યના અનેક અર્થો છે. એક સામાન્ય અર્થ છે મૈથુનનો ત્યાગ કરવો. પરંતુ વાસ્તવમાં તેનો મૂળ અર્થ છે જેના વડે બ્રહ્મપ્રાપ્તિ થાય તેવી ક્રિયા બ્રહ્મચર્ય. આમ બ્રહ્મચર્યની તાકાત કલ્પના બહારની છે. તેના વિવેકપૂર્ણ ઉપયોગથી તેમજ સંગ્રહથી વ્યક્તિ તેની શક્તિ, ઉર્જા, તાકાતમાં અનેક્ગણો વધારો કરી શકે છે. જેના માટે તપશ્ચર્યા જેવા સંયમની જરૂર છે. વાસ્તવમાં બ્રહ્મચર્ય આત્મા અથવા પરમાત્મા તરફની ગતિ છે. વીર્યના એક ટીપાનું પતન એટલે મૃત્યુ અને તેનું રક્ષણ એટલે જીવન. શરીરમાં સૌથી અમૂલ્ય ધાતુ વીર્ય છે જે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી અને મજ્જા આ તમામની ઉત્પત્તિ બાદ શરીરમાં અલ્પમાત્રામાં ઉત્પન્ન થાય છે. આ વીર્યને ઉર્ધ્વ રાખવાથી શરીરમાં એક પ્રકારનું ઓજ (ઉર્જા) ઉત્પન્ન થાય છે. આહારમાંથી વીર્ય ઉત્પન્ન થતા એક મહિનો લાગે છે. ૮૦ ટીપા લોહીમાંથી ૧ ટીપું વીર્ય બને છે. વાસ્તવિક વીર્યમાં માત્ર બે થી પાંચ ટકા શુક્રકોષ હોય છે બાકીના પોષક તત્વો પ્રોટીન, વિટામીન, DNA વગેરે હોય છે. વીર્યની ઉર્ધ્વગતિ દ્વારા વ્યક્તિ અશક્ય અને આશ્ચર્યકારી પરાક્રમો સર્જી શકે છે. ભગવાનનો અનુભવ કરવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે બ્રહ્મચર્ય અતિ આવશ્યક છે.
બ્રહ્મચર્ય પાલન ના ફાયદાઓ:- વીર્ય સંગ્રહ કે વીર્ય ઉર્ધ્વગતિના અનેક ફાયદાઓ છે.

1) રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. પાછલી ઉમરમાં રોગો ઓછા થાય છે.
2) વૃદ્ધત્વ આવતા વાર લાગે છે. (aging process ધીમી પડે છે.)
3) વીર્યમાં spemidine નામનું તત્વ હોય છે જે વૃદ્ધત્વને જલ્દી આવતા અટકાવે છે.
4) પાચન શક્તિ સચેત રહે છે.
5) યાદશક્તિ વધે છે. તીવ્ર એકાગ્રતા પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરનાર અન્ય સામાન્ય માણસ કરતા ૪૫% એકાગ્રતા વધારે ધરાવે છે.
6) પ્રબળ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે. વિજ્ઞાન માને છે કે વીર્ય ઉર્ધ્વગતિથી વ્યક્તિ ખુબ હકારત્મક વિચારધારાવાળો બને છે.
7) જીવન તનાવ અને ચિંતારહિત આનંદમય બને છે. એક સંશોધન પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરનાર ૯૦% અત્યંત આનંદમય રહે છે.
આમ સાચી શૂરવીરતા તો પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી બ્રહ્મચર્યનું પાલન કરવામાં જ છે. કેમ કે એક વાર વીર્યપાત (૩.૪ મિલી) થવાથી નાશ પામતા પોષક તત્વો આ પ્રમાણે છે. પ્રોટીન ૦.૧૭ ગ્રામ, ગ્લુકોઝ ૩.૫૧ ગ્રામ, કેલ્સીયમ ૧.૨૧ ગ્રામ, લેક્તિક એસીડ ૨.૧૫ ગ્રામ, મેગ્નેસિયમ ૦.૩૭ ગ્રામ, પોટેસિયમ ૩.૭૧ ગ્રામ, ઝીંક ૦.૫૬ ગ્રામ જે શારીરિક, માનસિક બળ ઘટાડે છે, શરીરને નિર્બળ કરે છે, સ્વભાવ ક્રોધી બનાવે છે, ચિંતા તનાવ માં વધારો કરી જીવનને ઉદાસીનતા પૂર્ણ બનાવે છે. – શિલ્પા શાહ. ડાયરેક્ટર, એચ. કે. બીબીએ કોલેજ, અમદાવાદ. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati
 • 32
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  32
  Shares
 • 32
  Shares

1 thought on “બ્રહ્મચર્યનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ : શિલ્પા શાહ.

 1. Ha a sachivat chhe apda dharmik gartho ma pan aaj vat kahi chhe tethij gana sadhu santo aa bharmacharya nu palan karvanu Kahe chhe ane kare chhe..
  Haju pan apda gurukudo ma jya apdu dharmik
  Knowledge apvama ave chhe tya aa nu sticky palan kara ve chhe ..

  Apda dharmik gartho prmane Manas na sarir ne 4 divas lage chhe badlav karta koi navi chij utpan karta .. jema lohi pan thodu badlay jay chhe ane bija tatvo pan …

  Tethi bharmacharya nu palan karva thi 4 thi 8 divas ma park anu bhavi sakay chhe..

  Thank you your student of BWTIBA sy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *