ધોરાજી માં આવેલ ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર. – રશમીન ગાંધી, ધોરાજી

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ધોરાજી શહેરમાં લગભગ 400 વર્ષ પુરાણું શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલ છે આ મંદિર વિશે‌ કહેવાય છે કે આ મંદિર વાળુ મકાન મુસ્લિમ ઘાંચી નું હતું અને તે તેના પરિવાર સાથે ત્યાં રહેતા હતા અને તેમને સ્વપ્નમા કમળના ફૂલ પર બેઠેલ માતાજી વારંવાર દેખાતા હોય તેમણે તેમના ધર્મગુરુઓને વાત કરેલ અને તેમના ધર્મ ગુરુઓ એ હિંદુ બ્રાહ્મણ પંડિતોને આ બાબતની જાણ કરતા તે શ્રી મહાલક્ષ્મીજી હોવાનું જણાવેલ જેથી જે તે વખતના રાજવી ગોંડલ સ્ટેટે આ મકાન તે ઘાંચી પાસેથી મળેલ શ્રીમાની બ્રાહ્મણો ઘાંચીના વહીવટ તળે મંદિર બાંધવાનું ઠરાવેલ અને સમગ્ર ગુજરાતમાં એક ધોરાજી મા એક પાટલીના સપોર્ટ મા બે જગ્યાએ જ સર્વાંગી શ્રી મહાલક્ષ્મીજી ની મૂર્તિઓ છે અને દિવાળીના તહેવારમાં દેશ-વિદેશથી ઘણા શ્રદ્ધાળુઓ અહી દર્શનનો લાભ લેવા આવે છે અને મંદિર તરફથી તમામ દર્શનાર્થીઓને ચુંદડી, કંકુ ની વિનામૂલ્યે પ્રસાદી આપવામાં આવે છે આ મંદિરનો ઉતરોતર વિકાસ થતા હાલ લગભગ શરૂ લાખ રૂપિયાના ખર્ચ શિખર બંધ મંદિર બનાવેલ છે અને શ્રી મહાલક્ષ્મી મંદિરમાં તહેવારો નિમિત્તે સોનાના દાગીનાઓ‌ પણ ચડાવવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહ તેમજ સાથેના શ્રી મહાદેવજી ના મંદિરના દ્વાર પર વરખ લગાળી સુશોભિત કરવામાં આવેલ છે. અને નવરાત્રી દરમિયાન ભવ્યાતિભવ્ય આરતી દર્શન પણ આ મંદિરમાં ઉજવાય છે અને શ્રદ્ધાળુઓ મન મૂકીને તન મન અને ધનથી અહિ સેવા આપે છે તેમજ દિવાળીની રાત્રિના તથા નૂતન વર્ષના સવારના આ મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે તેમજ નૂતન વર્ષના દિવસે 56 ભોગ ના દર્શન પણ ગોઠવવામાં આવે છે અને બાદમાં 56 ભોગ ના પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને ધોરાજી વેપારી મંડળ દ્વારા દિવાળીની રાત્રે મંદિરને ફુલ નો શણગાર કરવામાં આવે છે આમ આ મંદિર પૌરાણિક અને સ્વયમ બિરાજમાન માતાજી નું મંદિર છે તેમના દર્શનનો લાભ લેવો એક મહત્વનો લહાવો છે.

રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *