લીમડાના દાંતણના ફાયદા જાણીને તે ટૂથબ્રશ કરવાનું બંધ કરી દેશો.- વૈધ ડૉ બલભદ્ર મહેતા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમેરિકા જેવી મહાસત્તામાં કે દેશમાં લીમડાનું દાતણ એક મોલમાં ભારત ના ચલણ પ્રમાણે 559.06 રૂપિયામાં પડે છે લીમડાના દાતણ ને અમેરિકામાં અંગ્રેજીમાં (neem stick) કહેવામાં આવે છે અમેરિકન ડોલરમાં$ 8.69 છે. પટેલ બ્રધર્સ સ્ટોર અમેરિકા નો ભાવ છે*

🌿 આજથી વર્ષો પહેલાં કે જ્યારે ટૂથ બ્રશ ની શોધ પણ ન થઈ હતી એ સમયથી ભારત દેશની અંદર દાંતને સાફ કરવા માટે લીમડા ના દાતણ નો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના સમયમાં પણ ઘણા ગામડાના લોકો પોતાના મોં ને સાફ કરવા માટે કેમિકલયુક્ત ટૂથપેસ્ટની ની જગ્યાએ કુદરતી રીતે મળી આવતા લીમડાના દાતણનો ઉપયોગ કરે છે. લીમડાના ઝાડ નો ઉપયોગ કરીને તમે તમારા મોં ને ખૂબ સારી રીતે સાફ કરી શકો છો અને સાથે સાથે દાત ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો.

🌿 વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે લીમડાના ઝાડ ની અંદર 130 કરતાં પણ વધુ પોષક તત્વો હોય છે અને આથી જ લીમડાના ઝાડ ના દરેક અંગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લીમડાની છાલ, લીમડાના પાંદડા અને લીમડાની ડાળ દરેક વસ્તુઓનો ઔષધી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. લીમડાની અંદર ઍન્ટિ-ઑક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. આથી તેનો ઉપયોગ કરીને લોકો અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે સવાર સવારમાં લીમડાનું દાતણ કરવાના કારણે તમને કયા પ્રકાર ના ફાયદા થઈ શકે છે.

🌿 કઈ રીતે કરે છે કામ?

🌿 લીમડાની ડાળખીઓ માં ઔષધીય ગુણ હોય છે. લીમડાનું દાતણ કરવા માટે સૌપ્રથમ લીમડાની આ ડાળખીઓને દાંતથી બરાબર ચાવવી જોઈએ, અને ત્યારબાદ મો ના દરેક હિસ્સામાં તેના દ્વારા બરાબર સાફ સફાઇ કરવી જોઇએ. લીમડાનું દાતણ કરવાના કારણે તમારા મોં ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

🌿 દાંતોની પીળાશ થશે દૂર

🌿 લીમડાના દાતણ ની અંદર રહેલા તત્વો તમારા દાંત ઉપર જામેલી પીડી પરત ને દૂર કરે છે. આથી જ લીમડાનું દાતણ કરવાના કારણે દાંતોની પીળાશ દૂર થાય છે.

🌿 કઈ રીતે કરશો દાતણ?

🌿 સામાન્ય રીતે લીમડાનું દાતણ કરવા માટે લીમડાની એકદમ કૂણી ડાળખીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ ડાળખી ને એક બાજુ થી ધીમે ધીમે ચાવવામાં આવે છે, કે જેથી કરીને તેમાંથી ઝીણા ઝીણા તાર છૂટા પડે. લીમડાનું દાતણ કરતી વખતે તેને ખૂબ જ ચાવવાની જરૂર પડે છે. ખુબ વધુ વખત લીમડાનું દાતણ ચાવવાના કારણે તેની અંદર રહેલા બધા જ પોષક તત્વો આપણા લાળરસની અંદર ભળી જાય છે, જે તમારા મોં ની અંદર રહેલી દરેક પ્રકારની બીમારીઓ અને બેક્ટેરિયાનો નાશ કરે છે. જેથી કરીને મોંમાંથી આવતી વાસ માંથી પણ છુટકારો મળે છે. આ ઉપરાંત મોના અનેક પ્રકારના રોગોમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.

🌿 આ રીતે રાખો સાવધાની

🌿 લીમડાનું દાતણ કરતી વખતે હંમેશાં એ માટે એક વાતની ખાસ સાવધાની રાખવી કે જ્યારે પણ આપણે લીમડાને ચાવતા હોઈએ ત્યારે તેને ફેરવતી વખતે ખૂબ જ આરામથી ફેરવવું જોઈએ. નહિતર તેની અંદર રહેલા અમુક તાર તમારા મોં ના અંદરના ભાગમાં નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત એની અંદર રહેલા તમારા દાંતની વચ્ચે પણ ફસાઇ શકે છે.

🌿 આમ જો નિયમિત રૂપે લીમડાના દાતણનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા દાંત અને મોં ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. લીમડાનું દાતણ ખુબ જ આસાનીથી મળી રહે છે અને સાથે સાથે તેનો ઉપયોગ કરવાના કારણે આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું નથી, તેની સામે જ જો ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે તો તે પ્રમાણમાં ઊંચી કિંમતનું હોય છે અને સાથે સાથે તેની અંદર રહેલા કેમિકલ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આમ તમારા મોં ને સફાઈ કરવા માટે એકદમ સરળ અને કારગર રસ્તો છે લીમડાનું દાતણ….

*સૌજન્ય*

*વેદ આર્યુવેદિક પરિવાર સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય*

*© ડૉ બલભદ્ર મહેતા ©*

*📲9427888387*

🍃🌿🍃🌿🍃🌿🍃🌿🍃🌿🍃

*સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ખાવ, શરીરમાં મહેસૂસ થવા લાગશે ચમત્કારિક ફેરફાર*

*1/16ત્રિફળાઃ*

ત્રિફળા એ બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ત્રિ એટલે ત્રણ અને ફળા એટલે ફળ. ત્રિફળાનો અર્થ ત્રણ ફળ આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ થાય છે.
2/16ફાયદાઃ

આમળામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા પણ મજબૂત બનાવે છે. બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે. આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો અને વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઈલાજ છે. ત્રિફળામાં રહેલુ ત્રીજુ તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુઃખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદ કરે છે.
3/16ઘરે કેવી રીતે બનાવી શકાય?

ત્રિફળા પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો. આ માટે તમારે જોઈશે.
20 ગ્રામ હરડે

40 ગ્રામ બહેડા

80 ગ્રામ આમળા

4/16રીતઃ

સ્ટેપ 1- ત્રણથી ચાર દિવસ માટે આ ત્રણેય ફળને સૂર્યપ્રકાશમાં તપાવો

સ્ટેપ 2- ખાંડણી દસ્તાની મદદથી બધી જ સામગ્રીનો ભૂકો કરો. ત્રણેનો ભૂકો થઈ જાય એટલે મિક્સ કરી દો. ત્રિફળા પાવડર તૈયાર છે.
5/16કેવી રીતે લેવો જોઈએ?

તમે ત્રિફળા પાવડરને 1 ચમચી મધ અને લીંબુના રસ સાથે મિક્સ કરીને લઈ શકો છો. તમે સૂતા પહેલા 1 ચમચી પાવડર પાણી સાથે પણ ફાકી શકો છો. ત્રિફળા ટેબલેટ તમે પાણી સાથે લઈ શકો છો.
6/16કોણે ન લેવો જોઈએ આ પાવડરઃ

ગર્ભવતી સ્ત્રીઓએ ત્રિફળા લેવાનું ટાળવુ જોઈએ. તેને કારણે મિસકેરેજની શક્યતા વધી જાય છે. ત્રિફળાના અતિરેકને કારણે ઝાડા તથા ડિહાઈડ્રેશન થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ત્રિફળા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો હવે જાણો ત્રિફળાના સેવનથી તમને કેવા અદભૂત ફાયદા થઈ શકે છે.
7/16રોગપ્રતિકારક શક્તિ વધેઃ

ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબ ક્ષમતા ધરાવે છે. તે ઈન્ફેક્શન સામે લડે છે અને બ્લડ સરક્યુલેશન સુધારે છે. પાચનતંત્રમાં જામેલો કચરો દૂર કરે છે જેને કારણે તમે જે ખોરાક લો તેમાના પોષક તત્વો શરીરને વધુ માત્રામાં મળી રહે છે.
8/16કબજિયાતઃ

જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેના માટે ત્રિફળાથી શ્રેષ્ઠ બીજી કોઈ દવા નથી. પાચનતંત્રની તકલીફ ધરાવતા લોકોએ સૂતા પહેલા ત્રિફળા લેવુ જોઈએ. તે હાઈપર એસિડિટી જેવી સમસ્યા અને ગેસને લીધે થતી તકલીફોમાં રાહત આપે છે.
9/16કેન્સર સામે રક્ષણ આપેઃ

ત્રિફળામાં પોલિફેનોલ્સ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. આ તત્વો શરીરની કેન્સર સામે લડવાની ક્ષમતા વધારી દે છે.
10/16દાંતના રોગો સામે રક્ષણ આપેઃ

નિયમિત ત્રિફળા લેનારા લોકોને ક્યારેય દાંતની તકલીફ નથી થતી. તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા રહેલી છે અને વળી તે સોજો ઓછો કરવાનો ગુણ ધરાવે છે જેને કારણે દાંતમાં સડો થતો નથી.
11/16સનબર્ન અને ઘામાં ફાયદાકારકઃ

ત્વચા માટે પણ ત્રિફળા ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો ઘા રૂઝાવા માટે ખૂબ જ અસરકારક છે. ત્વચા પર ઘાનું નિશાન હોય અથવા તો સનબર્ન હોય તો ત્રિફળાને કારણે તે કુદરતી રીતે દૂર થઈ જાય છે.
12/16યુરિન ઈન્ફેક્શનઃ

સંશોધનો અનુસાર ત્રિફળાના ગુણધર્મો યુરિનના ઈન્ફેક્શનને દૂર કરી શકે છે. વળી, તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી. આથી પેશાબમાં બળતરા થતી હોય, અવારનવાર ઈન્ફેક્શન થઈ જતુ હોય તેવા લોકોએ ત્રિફળાનું નિયમિત સેવન કરવુ જોઈએ.
13/16આંખોનું તેજ વધારેઃ

આંખોને સ્વસ્થ અને તેજ રાખવા માટે ત્રિફળા એ ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપચાર છે. 1 ચમચી ત્રિફળા પાવડરને હૂંફાળા પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પલાળેલા મિશ્રણથી તમારી આંખો ચોખ્ખી કરી દો.
14/16શુગર કંટ્રોલમાં રાખેઃ

ત્રિફળા હાઈપોગ્લાઈસેમિક છે એટલે તે લોહીમાં શુગરના લેવલને નીચુ લઈ જાય છે. આથી ડાયાબિટીસમાં તે અકસીર દવા છે.
15/16વજન ઘટાડવા માટેઃ

શરીરની પાચનશક્તિ સુધારે છે. વજન વધવાનું એક કારણ ન પચેલો ખોરાક પણ છે. ત્રિફળાને કારણે ખોરાક વ્યવસ્થિત પચી જાય છે જેને કારણે વજન ઘટવા માંડે છે.
16/16અલ્સરમાં લાભકારકઃ

પેટમાં ચાંદુ પડ્યુ હોય એટલે કે અલ્સર હોય તો તેના માટે ત્રિફળા એક અસરકારક કુદરતી ઉપચાર છે. સંશોધન અનુસાર તે પેટની અંતરત્વચાને સ્વસ્થ બનાવે છે અને પાચક રસોના સ્તરને નિયંત્રિત કરે છે જેને કારણે અલ્સરમાં રાહત મળે છે – *વૈધ ડૉ બલભદ્ર મહેતા.*

🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *