મનો દિવ્યાંગ બાળકોન દિવાળી સેલિબ્રેશન.

ગુજરાત ધાર્મિક વિશેષ સમાચાર

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ, મેમનગર ગામ, અમદાવાદ ધ્વારા આજે સંસ્થા ના ૧૦૦ જેટલા મનો દિવ્યાંગ તાલીમાર્થી ઓ માટે દિવાળી સેલીબ્રેશન, ભૂયંગ દેવ- શિવ શક્તિ હોલમાં ઉજવવા માં આવ્યુ.

જેમાં બધા જ બાળકો લાલ રંગ ની ટી શર્ટ પહેરીને આવ્યા હતા. બધા બાળકોને એક હરોળ માં બેસાડી ફટાકડા ફોડવા માં આવ્યા હતા. તારામંડળ, જલેબી, કોઠી જેવા ફટાકડા તાલીમાર્થીઓએ તેમના શિક્ષકો ની મદદ થી ફોડ્યા હતા. ત્યારબાદ બધા જ બાળકોને દિવાળી ગિફ્ટ આપવા મા આવી હતી. વોકેશનલ ગ્રૂપ ના તાલીમાર્થી ઓ ને દિવાળી પ્રોડક્ટ્સ નાં વેચાણ નાં નફા ની વહેંચણી બોનસ સ્વરૂપે ટ્રસ્ટી શ્રી ઓ નાં હસ્તે કરવામાં આવી હતી.

બાળકો માટે ફટાકડા અને મિઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું. હેપ્પી દિવાળી અને નવા વર્ષની શુભ કામના ઓ તાલીમાર્થી ઓએ એક બીજા ને પાઠવી હતી.

દિવાળી સેલિબ્રેશન ખૂબ જ આનંદ દાયક તાલીમાર્થી ઓ માટે પુરવાર થયું હતું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *