વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે બી કેટેગરીના ૧૦૪ આવાસોનું લોકાર્પણ.

ગુજરાત રાજનીતિ વિશેષ સમાચાર

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી -કક્ષાના ૧૦૪ બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ૩૦ વર્ષ થી પણ વધુ સમય પહેલા બનેલ મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થવાથી નાના–મોટા રિનોવેશન જરૂરી બનતા હોય છે. આ ઉપરાંત નવા બનનાર મકાનો બહુમાળી હોવાને કારણે વધુ કર્મચારીઓનો સમાવેશ કરી શકાય છે. પાછલા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓની ભરતી મોટા પ્રમાણમાં થતા આવાસોની જરૂરીયાત ઉભી થઈ છે તેવામાં સરકાર દ્વારા અત્યાધુનિક આવાસોનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં ૨ લાખથી વધુ મકાનો બનાવાયા છે. એટલું જ નહી પરંતું પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્ય મંત્રીશ્રી આવાસ યોજના અંતર્ગત પણ સબસીડી આપીને ગરીબ પરિવારોને ઘરનું ઘર ઉપલબ્ધ કરાયું છે. આ પ્રસંગે ધારાસભ્યો સર્વ કિશોરસિંહ ચૌહાણ, ભુપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, અગ્રણી બંસીભાઈ, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.પી.વસાવા, પરિવારના સભ્યો તથા સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *