દિવાસો દરવાજે દસ્તક દે ને સો દિવસે દિવાળી દેખાય !- પાર્થિવી અધ્યારુ શાહ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

દિવાળી …..

દિવાસો દરવાજે દસ્તક દે ને સો દિવસે દિવાળી દેખાય ! દિવેટ , દિવેડીયું , દીવાસળી અને દિવેલ એટલે દિવાળી ! દુનિયાનાં દિવ્ય દિવસો એટલે દીપોત્સવ ! દશાનનનું દહન કરનાર દાશરથિની દેન એટલે દિવાળી ! દેદીપ્યમાન દિવસોનો દરબાર એટલે દીપાવલી ! દરદાગીના અને દાયેરિયું દમકાવતા દિવસો એટલે દિવાળી કે જ્યારે દેવદેવાંગનાઓને પણ દુનિયાની દિદ્યશા જાગે ! દિશેને જાણે દીવો બની દુનિયા પર દોટ મૂકી હોય તેમ દેખાય ! દીવડાઓની દાવતનાં દર્શનથી દિલોદિમાક દંગ રહી જાય ! દિવાળી એટલે દીવાની દિવાની દાની ! જાણે દુનિયા પર દીવડાંનો દુલીચો ! દરોબસ્ત દમકતાં દીપકનું દ્રષ્ટાંત એટલે દિવાળી ! દીપોત્સવનો દીદાર એટલે દુન્યવી દુર્વ્યવસ્થાને દુરસ્ત કરવાની દાનિશ દુઆ ! દીવાસળી અને દારુખાનાનું દંગલ એટલે દિવાળી ! દિવેડિયા જાણે દુલ્હા અને દિવેટ એ દુલ્હન ને દિવડિયા અને દિવેટનું દિવ્ય દાંપત્યજીવન એટલે દિવાળી !

।। દીપજ્યાેતિ: પરબ્રહ્મ દીપજ્યોતિજનાર્દન
દીપો હરતુ મે પાપં દીપજ્યોતિર્નમોસ્તુતે ।।

– પાર્થિવી અધ્યારુ શાહ

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *