🔔 *સ્કુલ ફ્રેન્ડ્ઝની યારી અંગે વાત !* – નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

*સ્કુલ ફ્રેન્ડ્ઝની યારી અંગે વાત !*

આપણે સૌ જ્યારે પણ શાળાકીય સહાધ્યાયીઓ સાથે રચાયેલા વોટ્સએપ ગ્રુપમાં મધુરા સંસ્મરણો વાગોળતા વાગોળતા સમૃધ્ધિ અનુભવતા હોઈએ અને એ દરમિયાન પોતાના આજના ધાર્મિક, સામાજિક, વ્યવસાયિક તેમજ આર્થિક દરજ્જા પ્રમાણે જો એ જૂના / પાક્કા સખી + સખા સાથે વૈચારિક મત ભેદ કેળવવા માંડીએ તો પછી નિર્મળ ને નિર્ભેળ મિત્રતા બાબતે ખેંચ તાણ કે ઉચાટ ભર્યા જીવે સંબંધો વણસે નહીં તેની તકેદારી લેવા મારા મિત્રે (નીચે પ્રમાણે) જે લખ્યું તે આપણને સૌને વિચારતા કરી મૂકે તેવું છે. 👇સમજણ કેળવી દોસ્તીની ઉદારતા પ્રસરાવવા સૌને નમ્ર વિનંતી !👇

🍧વર્ષોથી છુટા પડેલા મિત્રો ટેકનોલોજીના સથવારે એકઠા મળી શક્યા છીએ. અને મુળભુત ઉદ્દેશ એક બીજાના સંપર્કમાં રહેવાનો અને બાળપણની યાદો તાજા કરવાનો અને શાળાજીવનમાં બાકી રહી ગયેલી મસ્તીભરી જિંદગી જીવવાનો છે.
અન્યથા વર્ષોના વિવિધ અનુભવોના શિક્ષણ પછી, લગભગ બધામાં ઘણી સમજણ આવી ગઇ હોય. અને દરેક વ્યક્તિ પોતાની સમજદારી પ્રમાણે પોતાની પસંદ નાપસંદ નક્કી કરતો કે કરતી હોય છે. અને લગભગ દરેક મિત્ર પોતાના વ્યવસાયિક ક્ષેત્રે ખાસ્સો તજજ્ઞ હોય જ. એટલે જે તે જ્ઞાન માટે જે તે મિત્રને માં આપવું અથવા એની વાત માની શકાય.

આ દુનિયામાં કોઈ “માસ્ટર ઓફ ઓલ” નથી. એટલે અન્ય મિત્રને હું મારાથી ઓછા જ્ઞાની માનું તો એ મારું સૌથી મોટું અજ્ઞાન છે.

અહીંયા આપણે આપણી વૈચારિક સુપ્રિમસી સાબિત કરવા કે સ્થાપવા માટે ભેગા નથી થયા. પરંતુ મિત્રો તરીકે ભેગા થયા છીએ. જો શક્ય હોય તો એક બીજાને મદદરુપ થઈએ. પણ બીજાને વૈચારિક રીતે “”પાડી દેવાની”” જો નેમ રાખતા હોઈએ કે એક બીજા પ્રત્યે મનમાં જરાપણ અભાવ કે અણગમો હોય તો આપણે આ ગ્રુપ કે અન્ય કોઈ સામાજિક સંબંધો માટે લાયક નથી.

Disclaimer : આ માત્ર મારો અંગત વિચાર ને અભિપ્રાય રૂપે પ્રગટ કર્યો છે. કોઈપણ મિત્રએ વ્યક્તિગત શિખામણ સમજીને પાઘડી બંધબેસતી ન કરવા વિનંતી. – દિગંત પટેલ🌹

વ્હાલા સ્વજનો, દોસ્તો કે બહેનપણી એવી જણસ છે જે આપણને સહુને સારા ખોટા તમામ પ્રસંગે નિર્દંભ ને સ્પષ્ટ છતાં વધુ અસરકારક હોય છે અને નામ વગરની સૌથી મોટી આ સગાઈ અને તેમાં સતત તેમજ સદા મળતી દુહાઈ જીવનપ્રેરક બની રહે છે. બાલ્યાવસ્થાની મિત્રતાને પ્રભુનો પ્રસાદ ગણી માથે ચડાવજૉ. ફ્રેન્ડશીપ જ એક એવી અમૂલ્ય સોગાદ છે જે કોઈપણ પ્રકારના આશાવાદ વગર સર્જાતી તથા મહેંકતી ફૂલવાડી છે.

– નીલેશ ધોળકીયા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *