ફોટોગ્રાફર ની કહાની એમની જ જુબાની 👆- નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

વિચારજો તમારા આવડા મોટા પ્રસંગમાં વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર ના હોય તો શુ તમારો આ પ્રસંગ દીપી ઉઠશે ???

1.તમે તમારા લગ્ન ની ફોટોગ્રાફી ને વેડિંગ ફિલ્મર કે કોઈ અતિ વૈભવશાળી ડેસ્ટીનેશન વેડિંગ સાથે સરખાવતા હોવ એ પહેલા એ વિચારવું જોઈએ કે શું આપણે એના જેટલો ખર્ચ કરીએ છીએ અથવા આપણો પ્રસંગ એટલો ભવ્ય છે? અને છે તો શું આપણે એટલા પૈસા ખર્ચ કરી શકીએ છીએ ?
જયારે તમે સોનું ખરીદવા જાવ અને સોના ના ભાવ ચૂકવો ત્યારે જ સોનું મળે છે પણ ચાંદી ના ભાવ ચૂકવો અને સોના ની અપેક્ષા રાખો તો સોના નું ફક્ત રૂપ જ હોય છે પણ હકીકત માં ચાંદી જ હોય છે. અને આ એક નગ્ન સત્ય છે, કોઈ વસ્તુ ફ્રી માં મળતી નથી…

ફોટોગ્રાફર ને પણ ઘર-બાર છે, પરિવાર છે, અને ફોટોગ્રાફી એમનો વ્યવસાય છે, તો મહેરબાની તેમને લુછી લેવાની, ચૂસવાની કે મફત માં પડાવી લેવાની વૃતિ ના રાખતા, અમે લોકો તમારા માટે જ કામ કરીએ છીએ અને હા અમુક નીતિ નિયમ, સિદ્ધાંત અને લાયકાત વગર ના લફંગા ફોટોગ્રાફર ને બાદ કરતા જે ખરેખર પ્રોફેશનલ છે એવા ફોટોગ્રાફર સાથે કોઈ પણ જાતનો ખરાબ વ્યવહાર જે પછી કામને લાગતો હોય કે નાણા ને લગતો મહેરબાની કરી ને ના કરો,

2. આ ઉપરાંત તમારા પ્રસંગ માં કામ કરવા આવેલા દરેક માણસો જેવા કે ઢોલી, કેટરીંગ સ્ટાફ, લાઈટ વાળા, મંડપ વાળા કારીગરો, અને ખાસ કરી ને ફોટોગ્રાફરો, એમને પૂરતા માન-સમ્માન અને આદર સાથે બોલાવો, ફોટોગ્રાફી ના કેમેરા ની કિંમત હવે 8 થી 10 લાખ રૂપિયા થઈ ગઈ છે. ખરેખર અમે લોકો જ તમારા પ્રસંગ ને યાદગાર બનાવવા માં પાયારૂપ છીએ એ ના ભૂલતા, અને જો તમે માણસાઈ ના ધોરણે આટલું પણ ના કરી શકો તો બહેતર છે કે પ્રસંગ માં ના બોલાવો.
વિચારજો તમારા આવડા મોટા પ્રસંગમાં વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર ના હોય તો શુ તમારો આ પ્રસંગ દીપી ઉઠશે ???
ના ના જરાય નહિ દીપે…
જો મારી વાત સાચી – નિલેશ ધોળકિયા.

Related Post

TejGujarati

1 thought on “ફોટોગ્રાફર ની કહાની એમની જ જુબાની 👆- નિલેશ ધોળકિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *