પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને લખનૌ અને બિકાનેરમાં એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

ફ્રિલાન્સ પત્રકાર મેધા લખનૌ અને બિકાનેરમાં સન્માનિત છેલ્લા 14 વર્ષથી મિડીયામાં કાર્યરત અને છ વર્ષથી ફ્રિલાન્સ જર્નાલિસ્ટ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને લખનૌ અને બિકાનેરમાં એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા.

ફ્રિલાન્સ પત્રકાર મેધા લખનૌ અને બિકાનેરમાં સન્માનિત

છેલ્લા 14 વર્ષથી મિડીયામાં કાર્યરત અને છ વર્ષથી ફ્રિલાન્સ જર્નાલિસ્ટ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને લખનૌ અને બિકાનેરમાં એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા.
મેધા પંડ્યા ભટ્ટ છેલ્લા 14 વર્ષથી પત્રકાર તરીકે કાર્યરત છે. 2004 થી 2011 સુધી દિવ્યભાષ્કર, દૈનિક, સુરત અને અમદાવાદમાં પત્રકારથી લઇને સબ એડિટર તરીકે 8 વર્ષ કાર્ય કર્યુ. ત્યારબાદ ગુહશોભા મેગેઝીન, દિલ્હી પ્રેસમાં એક વર્ષ કાર્યરત રહ્યા. છેલ્લા સાત વર્ષથી ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે કાર્યરત છે. જેમાં ખાસ ફિલ્મ-ટીવી કલાકારોની વ્યક્તિગત મુલાકાત લઇને ઇન્ટરવ્યૂ લે છે. તેમણે ગુજરાતમાં પોતાની ફિલ્મ-ટીવી ક્રિટીક તરીકેની એક આગવી ઓળખ પણ ઊભી કરેલ છે. અત્યાર સુધીમાં 1000થી પણ વધારે ફિલ્મ અને ટીવીના કલાકારોને મળીને તેમના વિશે લખી ચૂક્યા છે.
તેઓ ફૂલછાબ દૈનિક, રાજકોટ, ગુજરાત ગાર્ડીયન દૈનિક, સુરતમાં છેલ્લા છ વર્ષથી રેગ્યુલર કોલમિસ્ટ છે. સંદેશ દૈનિકના મેગેઝીન સ્ત્રીમાં છેલ્લા છ મહિનાથી સિનેમા અને ફેશન નામની કોલમ લખે છે. આજકાલ ન્યૂઝ પેપરમાં પણ રીલેશન અને સેલેબ્સ ટોક નામની રેગ્યુલર કોલમ આવે છે. ગુજરાતની વિવિધ ચેનલ્સ પરથી ફિલ્મ-ટીવી ક્રિટીક તરીકેની તેમની મુલાકાત આવે છે. ઓલ ઇન્ડિયા રેડીયો પરથી ફિલ્મ વિષય પરના બમબમ બોલિવૂડ નામના કાર્યક્રમો આપેલ છે. હાલમાં જ તેમને ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા અમદાવાદ શહેરના મહિલા અધ્યક્ષ તરીકેનો હોદ્દો પણ આપવામાં આવ્યો છે.
તેમણે પોતાની કરીયરમાં ફ્રિલાન્સ જર્નાલિસ્ટ અને ફિલ્મ-ટીવી ક્રિટીક તરીકેનો ગ્લેમર પર્સનાલિટી એવોર્ડ – 2016 મેળવેલ છે. ગત વર્ષે ગુજરાત મીડિયા એવોર્ડ ફોર એન્ટરટેઇનમેન્ટ -2017 મેળવેલ છે. આ વર્ષે 2018માં ઇન્ટરનેશનલ વિમેન્સ વીક દરમિયાન તેમને જૂદા જૂદા ત્રણ એવોર્ડની પ્રાપ્તિ થઇ હતી.
જોકે તે પછી દિલ્હીમાં એન્ટી ટેરેરીઝમ ક્રાઇમ એન્ડ કરપ્શન ફ્રન્ટ દ્વારા યોજાયેલ નેશનલ એક્સીલન્સ એવોર્ડ-2018 તેમને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી ઝીન્નત અમાનના હસ્તે મળ્યો હતો. લખનૌમાં તેમને આરોગ્ય દર્પણ ફાઉન્ડેશન દ્વારા મૈં હૂં બેટી એવોર્ડ-2018 પ્રાપ્ત થયો હતો. તો નારાયણ સેવા સંસ્થા ઉદેપુર દ્વારા સિનેલાઇફ એવોર્ડ ગુજરાતી કલાકાર નરેશ કનોડિયાના હસ્તે મળ્યો હતો.
હાલમાં જ 20 ઓક્ટોબરના રોજ તેમને ફરીથી લખનૌ ખાતે મેરી પહેચાન એવોર્ડ-2018 મળ્યો છે. આ એવોર્ડ પોતાના ક્ષેત્રમાં આપમેળે નામના મેળવનાર વ્યક્તિને પ્રાપ્ત થાય છે, જેમાં ફ્રિલાન્સ જર્નાલિસ્ટ તરીકે ગુજરાતમાં મેધા પંડ્યા ભટ્ટની પસંદગી કરવામાં આવી હતી. લખનૌના કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ પાઠક, લોકપ્રિય ગાયિકા તૃપ્તિ શાક્યા અને આયોજક માનસી પ્રિત જસ્સી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મેધાને 22-23 ઓક્ટોબરના રોજ બિકાનેર ખાતે યોજાયેલ યુથ વર્લ્ડ સોશિયલ મીડિયા મૈત્રી સંમેલન દ્વારા દર વર્ષે યોજાનાર રાષ્ટ્રીય ડાયમંડ અચીવર્સ એવોર્ડ-2018 પ્રાપ્ત થયેલ છે. જેમાં પણ પોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મેધા પંડ્યા ભટ્ટ મૂળ ભાવનગરના છે અને તેમનું શાળા અને કોલેજનું શિક્ષણ બિલીમોરા, વલસાડ અને સુરતમાં થયેલું છે. વાંચન અને લેખનના શોખની સાથે તેમને ફરવાનો પણ શોખ છે. પ્રશ્નોરા નાગર જ્ઞાતિના છે અને છેલ્લા ચાર વર્ષથી જ્ઞાતિના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરે છે. સતત સક્રિય જીવન જીવે છે. કુટુંબ, સમાજ અને પોતાના કાર્યને હંમેશા ન્યાય આપવાનો સફળ પ્રયત્ન કરે છે.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *