અમદાવાદ ખાતે લગભગ ૧૨૫ થી વધારે બેહનો દ્વારા બેઠા ગરબાની સ્પર્ધામાં રજુઆત થઈ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ઇતિહાસ ગવાહ છે કે કોઈપણ સઁસ્કૃતિના લાંબા સમય સુધી ટકવામાં તેના મૂળભૂત રિવાજો અને તેના સંસ્કાર મોટો ભાગ ભજવે છે.

માં જગદમ્બાના ભક્તિ ભાવપૂર્ણ ગરબાનો પ્રાચીન અને પરંપરાગત પ્રકાર બેઠા ગરબા – મુખ્યત્વે નાગર સમુદાયમાં – જળવાય અને આગામી પેઢીને આ સંસ્કાર વારસો મળે તેવા ઉદ્દેશથી ગુજરાત રાજ્ય સન્ગીત અકાદમીના સહયોગથી અભિગમ ગ્રુપ સાંસ્કૃતિક વર્તુળ દ્વારા અમદાવાદ ખાતે લગભગ ૧૨૫ થી વધારે બેહનો-ગૃહિણીઓ એ ગજ્જર હોલ -લો ગાર્ડન પાસે- બેઠા ગરબાની સ્પર્ધામાં રજુઆત કરી આમંત્રિતોને તેમના સુંદર પ્રદર્શનથી રસ તરબોળ કરી દીધા. સહુ ભાગ લેનાર સંસ્થાઓનો -બહેનોનો આભાર માન્યો હતો.

બેઠા ગરબા માં બેહનો સુંદર
વસ્ત્ર પરિધાન કરી શણગાર
સજી માં અંબાની ભક્તિપૂર્વક
વાદયવૃંદના સથવારે આરાધના કરે છે.ગરબાના આ પ્રકારની શરૂઆત લાંબા
સમય પેહલા થી થઇ અને ખાસ તો વયસ્ક બેહનો જે ગરબામાં ઘૂમી ન શકે તેમના દ્વારા સુંદર ભાવપૂર્ણ સ્તુતિ
ગાઈને જગદમ્બા પાસે આરાધના કરવામાં આવે છે.
_ ઝંખના દવે

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *