આઝાદ હિંદ સરકાર :નામદાર સુભાષચંદ્ર બોઝ: પ્રાધ્યાપક રામજી સાવલિયા.

આંતરરાષ્ટ્રીય ભારત રાજનીતિ વિશેષ સમાચાર

નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રયાસોથી જાપાન સરકારે પોતાની શુભ ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે, બ્રિટન પાસેથી જીતી લીધેલા આન્દામાન અને નિકોબાર ટાપુઓ, આઝાદ હિંદ સરકારને આપી દીધા. આન્દામાન અને નિકોબાર, હિંદની જાગૃતિના ઈતિહાસમાં આ નામો, રાષ્ટ્રીય વીરોની કપરી યાતનાઓના ધામ તરીકે યાદગાર રહી જશે. આ ટાપુઓમાં કેટલાય હિંદી રાષ્ટ્રવીરોએ કારમી વેદનાઓ બરદાસ કરી છે. કેટલાય મૃત્યુને ભેટયા છે, કેટલાયના જીવનનો હ્રાસ થયો છે.

નેતાજી એનાથી પરિચિત હતા જ. એટલે આ બે ટાપુઓ આઝાદ હિંદ સરકારને સુપ્રત થતાં જ તેમણે એ ટાપુઓના હિંદીઓ વચ્ચે અળખામણાં થયેલાં અને જેમના નામ સાથે જ ભયંકર કલ્પનાઓ સર્જાય છે એવાં નામો બદલી નાંખ્યાં. આન્દામાનમાં રાષ્ટ્રની આઝાદી કાજે અસંખ્ય સ્વદેશભકત યુવાનોએ પોતાનાં રૂધિર આપ્યાં છે. એની પુનિત યાદ માં આન્દામાનને “શહિદ” નું નામ આપ્યું અને નિકોબારને “સ્વરજય” નું નામ આપ્યું. આ ટાપુઓના વહીવટ માટે આઝાદ હિંદ સરકારે શ્રી લોકનાથની ગવર્નર તરીકે નિમણૂંક કરી હતી.

આ બંને ટાપુઓ, આઝાદ હિંદ સરકારને સુપ્રત કરતાં જાપાનના વડાપ્રધાન જનરલ ટોજોએ બ્રોડકાસ્ટ કરતાં આઝાદ હિંદની કામચલાઉ સરકારનો સ્વીકાર કરવા અંગે જાપાનની નીતિની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “શ્રી સુભાષચંદ્ર બોઝની નેતાગીરી હેઠળ આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના થઇ છે અને હિંદની લાંબા કાળની આઝાદીની તમન્નાની સિદ્ધિને માર્ગે આ એક સીમાદર્શક ચિહ્ન સમું પગલું હતું, એમ જાપાન સરકાર વિશ્વાસપૂર્વક માને છે.

આ આઝાદ હિંદની કામચલાઉ સરકારનો પાયો વધુ દ્રઢ અને મજબૂત બન્યો હોઈ, તથા એ જ સરકાર હેઠળ પોતાનું દ્રઢ ધ્યેય સિદ્ધ કરવા માટે હિંદી દેશભકતો હવે કૃતનિશ્ચયી બન્યા હોઈ, અત્યાર સુધીના જાપાનના શાહી કબજા-દળના કબજા હેઠળના આન્દામાન અને નિકોબાર હિંદી પ્રદેશને, હિંદની સ્વતંત્રતાની લડતને તેને સહાય કરવાના અંતિમ પૂરાવા તરીકે સુપ્રત કરવામાં આવે છે.” ઉપરની બાબતોથી આ બે ટાપુઓની બદહાલીનો ખ્યાલ આવે છે. નામદાર સુભાષચંદ્ર બોઝની દીર્ઘ દ્રષ્ટિને લઈને ત્યાં સ્વરાજ્યની સ્થાપના થઈ. શહીદ વીરોના સ્મરણ સ્થાન બની રહ્યા.પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *