આપના પ્રશ્ન – ડો.શિતલ પંજાબી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સવાલ-
મને રિપોર્ટ માં વિટામિન બી 12 ની ઊણપ આવે છે તો એના વિશે માહિતી આપશો જી.
જવાબ-

આપણા શરીરને સ્વસ્થ રાખવામાં વિટામિનનું મહત્વ ખૂબ જ છે. વિટામિનની ખામીને કારણે અનેક શારીરિક સમસ્યાઓ સર્જાય છે, ત્યારે આપણા શારીરિક શરીરમાં દરેક વિટામિનની ચોક્કસ ભૂમિકા છે.વિટામિન આપણા શરીરમાં કુદરતી હોય છે, જેને આપણે વિવિધ ખોરાક દ્વારા મેઇન્ટેન રાખવા પડે છે. સારા સ્વાસ્થ્ય માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ચયાપચન માટે અને ગર્ભધારણ માટે આ બાબતોમાં વિટામિનની ભૂમિકા મુખ્ય છે. બાળપણ થી લઈને વૃદ્ધાવસ્થા સુધી દરેક તબક્કે વિટામિનની યોગય માત્રા શરીરમાં ખૂબ જ મહત્વની છે.વિટામિન ચરબી દ્રાવ્ય અને પાણી દ્રાવ્ય હોય છે. આજે જંકફૂડના વધી રહેલા સેવનને કારણે ઘણા બધા લોકોમાં વિટામીની ઉણપ જોવા મળી રહી છે. સ્ત્રીઓમાં તો વિટામિનની સમસ્યા 40 વર્ષ પછી જોવા મળે છે, ત્યારે હવે પુરુષોમાં કામની વ્યસ્તાને કારણે ખોરાકની અનિયમિતતા,ઠંડાપીણાંના વધી રહેલા સેવન, તમાકુનું સેવન અને આલ્કોહોલના સેવન જેવી આદતોને કારણે પણ વિટામિનલક્ષી સમસ્યાઓ જોવા મળી રહી છે.
વિટામિનની ખામીમાં વિટામિન-બી12ની ખામી ઘણા બધા લોકોમાં જોવા મળી રહી છે, ત્યારે વિટામિન-બી12 રેડ બ્લડ સેલ માટે, ચેતાતંત્ર, જ્ઞાનતંત્ર અને મગજ માટે ખૂબ જ અગત્યનું છે. સાથે જ ડીએનએ રીપેર માટે તે ખૂબ જ અગત્ત્યનું છે.

વિટામિન-બી12ના સ્વાસ્થ્યલક્ષી ફાયદા
વિટામિન-બી12નું પ્રયાપ્ત પ્રમાણ લોહીમાં હોર્મોંસિસ્ટિનના સ્તરને ઘટાડે છે અને કોરોનરી હૃદયના હુમલાના જોખમને ઘટાડે છે.
નર્વસ સિસ્ટમ માટે આ વિટામિન ખુબ જ અગત્યનું છે.
આ સાથે જ મગજના યોગય કાર્ય માટે અલ્ઝાઈમરના રોગના નિવારણ માટે ખુબ જ અગત્ત્યનું છે.
કેસરનું જોખમ, ડીએનએ રીપેર અને યુવાન દેખાવા માટે વિટામિન-બી12 ની ભૂમિકા મહત્વની છે.
ગુસ્સાને કાબુમાં રાખવા અને સહનશક્તિ વધારવા માટે પણ વિટામિન-બી12 નો અગત્યનો રોલ છે.
વિટામિન-બી12 ની ઉણપ થી સર્જાતી સમસ્યા
વિટામિન-બી12 ની ઉણપ એનીમીનીયાનું જોખમ પણ વધે છે.
આ સાથે જ ચિંતા, ડિપ્રેશન, મેનિયા જેવી માનસિક તકલીફોનો ઓપન સામનો વ્યક્તિએ કરવો પડે છે.
ગર્ભવ્યવસ્થામાં પણ વિટામિન-બી12ની ખામી ગંભીર પરિણામો આપી શકે છે. પ્રથમ ત્રિમાસિક તબ્બકામાં વિટામિન-બી12 અને ફોલિક એસિડની ઉણપથી ગર્ભવસ્થામાં સમસ્યાઓ ઉભી કરી શકે છે.

Related Post

TejGujarati

3 thoughts on “આપના પ્રશ્ન – ડો.શિતલ પંજાબી

  1. This is very important question. For every human being, there is a definite effect of surroundings- Positive or Negative.

   During pregnancy, maternal physical and emotional health is very important for a positive outcome of pregnancy.
   The growing baby inside womb perceives and responds to all external stimuli like, sound, emotions and vibrations.
   We offer “GARBH SANSKAAR SESSION” to our ‘would be mothers’ for holistic health of Mother And Baby

 1. Even though attorneys cozt a lot, many provide
  free consultations for possible nnew clients. Chapter 13 payment plans are given to the bankruptcy
  judge who’ll accept, reject, or geet a new plan. Only a business bankruptcy
  attorney should be able to helop you well regarding all state laws which will connect
  with your small business in line with the
  location of all its offices. http://bankruptcy.lurayduilawyer.com/bankruptcy-attorney-charlotte-nc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *