મહાન રાષ્ટ્રીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ વિશેષ સમાચાર

સરદાર માટે કહેવાય છે કે, “હી વૉઝ એન આયર્ન મેન અૉફ ઈન્ડિયા” – વજ્રનો બનેલો એ માણસ હતો. આપણે એમના બાળપણ, યુવાવસ્થા, કાર્યશૈલી કે રાષ્ટ્ર સેવાના કાર્યોમાં ડૂબકી મારીએ ત્યારે તેમની બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે.

બાકરોલની કાશીભાઈની હવેલીમાં જ્યાં એમના મિત્રો સાથે તેઓ રહેતા હતા, અને અંધારી ઓરડીમાં મુકાયેલો દાદર ચડી જતા, ત્યાં વાંચતા ને મહેનત કરતા, આ હવેલીની અને સૌ મિત્રોની સંભાળ રાખનાર જે માણસ હતા તેની પત્ની છ માસનું બાળક મૂકીને ગુજરી ગઈ. આ બાળકની જાણે મા હોય એ રીતે વલ્લભભાઈએ એને ઉછેરેલું એ વાત કેટલા જાણતા હશે? એટલું જ નહિ, જુવાન સરદાર એ બાળકને પોતાની સાથે પથારીમાં સુવાડે, એનાં મળમૂત્ર સાફ કરે, એને દૂધ પીવડાવે. આમ જેણે પોતાની સંભાળ રાખી હતી એના બાળકની સંભાળ રાખવાનો પોતાનો ધર્મ છે એવું સમજીને, હજી એ વકીલાતનું ભણતા હતા ત્યારે, એમણે આ બાળકને ઉછેર્યુ હતું.

વલ્લભભાઈએ નિશ્ચય કર્યો હોય કે આ મેળવવું છે તો ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું એ જ તેમનું જીવનસૂત્ર હતું. આ સૂત્ર એમના નેતૃત્વના ગુણોની મહત્ત્વની આધારશિલા હતી :પ્રાધ્યાપક રામજી સાવલિયા.-સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *