ઇન્ડોનેશિયા ખાતેનાં એશિયન પેરા ગેમ્સ 2018 માં ગુજરાતનું ગૌરવ હાંસલ કરેલ ત્રણ દીકરીઓનું ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ,શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને આશા દેસાઈ ઘ્વારા સન્માન

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ 2018 માં ગુજરાત નું ગૌરવ એવી મેડલો હાંસલ કરેલ ત્રણ દીકરીઓ નું ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ,શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને આશા દેસાઈ ઘ્વારા સંયુક્તપણે શશીકુંજ ના પ્રાંગણમાં સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત શશીકુંજ દિવ્યાંગ ક્લબના નિયામક સુશ્રી ભૈરવી લાખાણીએ સર્વેના પરિચય સાથે સ્વાગત કર્યું હતું સાથોસાથ શશીકુંજ દિવ્યાંગ ક્લબની વિવિધ પ્રવુત્તીઓની માહિતી આપી હતી.ત્યારબાદ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોશીએ સન્માનનો કર્યક્રમનો ઉદેશ્ય જણાવતા જણવ્યું હતું કે સમાજ જયારે સક્ષમ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે ત્યારે સામાજિક રીતે આપણી જવાબદારી બને છે કે ભારત દેશનું નામ રોશન કરનાર દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરી સમાજને તેઓની સાથે ઉભા રહેવા, પહેલ કરવાની જરુરુ છે જેથી તેઓને પણ સમાજમાં સક્ષમ સ્થાન મળી શકે.

સન્માન સમારંભનો દોર આગળ વધારતા ત્રણેય ખેલાડીઓનું શાલ અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આશા દેસાઈ દ્વારા વાર્તાલાપનો દોર શરુ કરતા પ્રશ્નોત્તરીમાં ભારતની પેરા બેડમિંટનમાં ભારતની “શટલ રાણી”પારુલ પરમાર પેરા ઓલિમ્પિક્સમાં “વર્લ્ડ ચેમ્પિયન ન. ૧ ” નું સ્થાન ધરાવે છે. તેણીએ પોલિયો ડિસેબિલિટી સાથે પેરા બેડમિંટનમાં અત્યાર સુધીમાં 26 ગોલ્ડ, 6 સિલ્વરટચ, 6 કાંસ્ય ચંદ્રકો મેળવ્યા છે અને તેણીએ જણાવ્યું કે તેમની સિદ્ધિઓની કોઈ મર્યાદા નથી. તેમને બેડમિંટન ક્ષેત્રે આગળ વધારાવમાં પિતાનું મહત્વનું યોગદાન છે. શ્રી પરમારએ નિયમિત કસરત અને કેન્દ્રિત મન દ્વારા શારિરીક જવાબદારી પર ભાર મૂક્યો.

શ્રીમતી ભવિની. પટેલ ટેબલ ટેનિસ ખેલાડી અને સુકાની છે. તેણી ચેમ્પિયન્સ લીગનો ભાગ છે. તેણીએ જણાવ્યું કે “ટેબલ ટેનિસ એ વ્યૂહરચના અને આયોજનની એક માનસિક રમત છે” રમતમાં પોતાને સ્થાપિત કરવા માટેના તેના જુસ્સાએ તેણીને ન્યૂનતમ સુવિધા સાથે વિચિત્ર કલાકોમાં પ્રેક્ટિસ કરી. તેણીની સિદ્ધિઓમાં 1 ગોલ્ડ, 9 સિલ્વરટચ અને 4 બ્રૉઝ મેડલનો સમાવેશ થાય છે. તેમને ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ ૨૦૧૮માં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

સોનલ પટેલ શિક્ષક તરીકે પોતાની કારકીર્દિને આગળ ધપાવવા માંગતા હતા પરંતુ નિયતિએ તેમને યોગ્ય નોકરી માટે એન્જીનિયરિંગમાં તરફ દોરી ગઈ.તેણીએ શારીરિક પ્રવૃત્તિ સાથે જોડાવા માટે ટેબલ ટેનિસનો અભ્યાસ શરુ કર્યો હતો. પોતાની જાત મહેનતથી તેણીએ 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમને ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ ૨૦૧૮માં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સાથોસાથ વિવિધ સ્રોતો, નોકરીઓમાં પેરા એથલિટ્સ માટે જો સરકાર ઉત્તેજન આપે તો પેરા ખેલાડીઓની સારી વ્યવસ્થામાં મદદ મળશે અને તેઓ વધુ સારી રીતે ભારત દેશનું નામ રોશન કરશે.

સામાજિક મેળાવડામાં એમને એક વ્યક્તિ તરીકે અથવા તો એમની ઉપેક્ષા ની વાતો એમને શેર કરી તો હાજર રહેલા દરેક ની આંખો ભીની થયી હતી.દેશ ને મેરીકોમ કે બીજી પીટી ઉષા જોઈતી હશે ને આ લોકો ની સાથે બધા નો સાથ અને સહકાર ખુબજ જરુરી છે. કાર્યક્રમના અંતમાં હાજર રહેલ સહુ લોકોએ દિવ્યાંગ ખેલાડીઓને ઉપેક્ષા નહિ પણ સન્માન આપવાનો સંદેશ સમાજમાં પહોંચાડવાની જવાબદારી લીધી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

1 thought on “ઇન્ડોનેશિયા ખાતેનાં એશિયન પેરા ગેમ્સ 2018 માં ગુજરાતનું ગૌરવ હાંસલ કરેલ ત્રણ દીકરીઓનું ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ,શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને આશા દેસાઈ ઘ્વારા સન્માન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *