*વજન ઘટાડવા માટે અપનાવો આ 8 નુસખા – સટાસટ ઉતારશે વજન*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય બિઝનેસ ભારત સમાચાર

આજકાલ બહુ જ ઓછા લોકો ઘરેલુ નુસખા અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો કે મહિનાઓ નહીં પણ થોડાક જ દિવસોમાં તમને રિઝલ્ટ આપશે. મોટાપો ઓછો કરવા માટેના આઠ નુસખાઓ જે તમે જાણ્યા બાદ જરૂર અપનાવશો.

*1. લીંબુ અને મધનું આવી રીતે કરો સેવન*

લીંબના અંદર વજન ઘટાડવા માટેના આયુર્વેદિક ગુણ હોય છે. સવારે ખાલી પેટ એક ચમચી લીંબુના રસને બે ચમચી મધ સાથે નવશેકા પાણીમાં અથવા તાજા પાણીમાં મિક્સ કરીને પીવો. આ કરવાથી ઝડપથી વજન ઘટશે.

*2. ભૂખને આવી રીતે કરો નિયંત્રિત*

દિવસમાં વધારેમાં વધારે ત્રણ વાર ભોજન કરો. જો તમે તમારી ભૂખને નિયંત્રિત નથી કરી શકતા તો પેટ પર એક ભીનું કપડું બાંધો, આનાથી તમારી ભૂખ નિયંત્રિત થશે. આ સિવાય તમે ઓછા મીઠા ફળ જેવા કે સફરજન, પપૈયું, કાકડીનો સલાડ બનાવી સેવન કરી શકો છો.

*3. પાણી પીવું શા માટે જરૂરી છે ?*

તમે મીઠા જ્યુસ કે સરબત પીવાનું બંધ કરી દો અને જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે ફક્ત સાદું પાણી જ પીવો. દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવાથી વજન ઝડપથી ઘટશે અને સ્વાસ્થ પણ સારું રહેશે.

*4. શા માટે ઓછી માત્રામાં ભોજન કરવું જોઈએ ?*

વજન ઓછું કરવા માટે બધા જ લોકો જાણે છે કે એ ઓછું ભોજન લેશે તો એમનું વજન ઘટી જશે. એટલે જ તમારા ભોજનમાં ઘટાડો કરો. જો દિવસની 10 રોટલી ખાતા હોવ તો ઓછી કરીને નવ કરી દો અને અઠવાડિયામાં દસ ટકા ભોજન ધીમે ધીમેં ઓછું કરો.

*5. જમવા સમયે વધારે પાણી ન પીવો.*

જમવા સમયે ઓછું પાણી પીવું જોઈએ. ઘણા લોકોને જમતા સમયે પાણી કે દૂધ પીવાની આદત હોય છે અને આ કારણે ઘણીવાર એમનો મોટાપો વધી જાય છે. પાણી હંમેશા જમ્યાના એક કલાક પહેલા કે એક કલાક પછી પીવું જોઈએ.

*6. જમ્યા બાદ ફરો.*

કેટલાક લોકોને જમ્યા બાદ ટીવી જોવાની કે સુઈ જવાની આદત હોય છે અને આમ કરવાથી વજન ઘટી શકે છે. જમ્યા બાદ ઓછામાં ઓછું 10થી 15 મિનિટ સુધી ચાલવું જોઈએ.

*7. વસા અને કાર્બોહાઇડ્રેટનું ઓછી માત્રામાં સેવન કરો.*

ઘી અને બધા જ પ્રકારના તેલમાં વસાની માત્રા વધારે હોય છે. ખાંડથી બનેલા બધા જ ભોજનમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે. આવી ચીજોનું સેવન ઓછું કે બંધ કરવાથી વગર કસરતે તમારું વજન ઓછું થશે.

*8. ફાસ્ટફૂડથી દુર રહો*

ફાસ્ટફૂડ મેંદાથી બનેલા હોય છે અને આનાથી વજન વધવાનો ખતરો રહે છે અને સાથે જ પેટનું કેન્સર થવાનો પણ ખતરો રહે છે. યુરોપ અને અમેરિકામાં ઘણા લોકો ફાસ્ટફૂડ ખાય છે અને આ કારણે ત્યાં મોટાપો અને કેન્સર પીડિત લોકો વધારે છે. – ડૉ બલભદ્ર મહેતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *