Watch “મેર પર મહેરબાન મેલડી..નિલેશ ધોળકીયા” on YouTube

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક સમાચાર

🔔 *મેર પર મા મેલડીની મહેર !*

સૌરાષ્ટ્રના હજારો કી.મી. સાગરકાંઠે ગાંધીજી + નરસિંહ મહેતાની ધીંગી ધરા એટલે ચોપાટી યુક્ત પોરબંદર !

વટ, વચન ને વેરની વસૂલાત માટે પંકાયેલા આ પ્રાંતમાં આજે પણ કુદરતી ખનીજની મોટી માત્રા ઉપલબ્ધ છે છતાં સૌરાષ્ટ્રના છેવાડે વસેલા પોરબંદરની બહુ ઓછી જાણકારી દુનિયાના લોકોને હશે.

ખેર ! આજે વાત કરવી છે, અણીયાળી આંખોમાં વીજળી જેવી ચમક ધરાવતી, મેર સમાજની નીડર તેમજ શિસ્તબદ્ધ રીતે, આવાર્ચીન તથા પ્રાચીન જીવનશૈલીનો સમન્વય સાધી ચૂકેલી પાણીદાર નારી શક્તિની !

સંલગ્ન વીડિયોમાં પ્રતીત થાય છે તે મુજબ આ (સતત ૧૯મા )વર્ષે પણ પોરબંદરની મેર સમાજની મા + બહેન + દીકરીઓ, હજારોની સંખ્યામાં, એક જ સરખા ચૂડી, ચાંદલા, આભલા અને રૂઢિગત રૂઆબદાર પોશાકમાં, સંયુક્ત રીતે અને શાલીનતાથી અબજો રૂપિયાના સોનાના આભૂષણો પહેરી નીડરતાથી સૈા એકસાથે નવરાત્રિ દરમિયાન આધશક્તિનું સ્મરણ અને તે માટે ગરબાનું ભ્રમણ ગૌરવભેર કરી રહી છે !! ચોરી / લૂંટફાટ / ગુમ થઈ જવાની દહેશત વગર રાસે ઝૂમાનાર દરેક મહિલા (કદાચ) કિલોની ગણતરી એ કંચન અલંકારો ધારણ કરી લે અને તાલમાં સમાન રીતે ગરબે ઝુમી રહી છે તેની ઝાંખી અત્રે દૃશ્યમાન છે – પરંતુ, ખરી અલૌકિકતા તો રૂબરૂ સાક્ષાત્કાર થાય તો ધન્ય પામ્યાની લાગણી માણી શકાય.

કોઈએ એમ જ થોડા સંત, ધર્મ, આતિથ્ય ભાવના અને મહિલાની ગરવાઈ માટે કાઠિયાવાડની શૂરવીર પ્રજાને અને પાણીદાર આબોહવા સહિતની સંસ્કારિતા કે નીતિ મૂલ્યોને નહીં વખાણ્યા હોય ને !!! સલામ છે એ સૌને !

– નીલેશ ધોળકીયા ✅ 🌹🙏

Related Post

TejGujarati
  • 3
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    3
    Shares
  • 3
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *