અમદાવાદના રિક્ષા ચાલક ઉદયભાઈ જાદવનું વ્યાખ્યાન યોજાયું.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આજ રોજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્રારા ચાલતા *સર્વ નેતૃત્વ ૪૦મી બેચમા* એક અનોખા વ્યક્તિનું વ્યાખ્યાન રાખવામાં આવેલ હતું અને તે છે અમદાવાદના રિક્ષા ચાલક *ઉદયભાઈ જાદવ* કે જેઓ ફક્ત ધોરણ ૧૦ પાસ છે પરંતુ માનવ કલ્યાણના કમાંમાં માં પ્રથમ છે.

આ સેવાભાવી વ્યક્તિ દ્વારા વર્ષ 2010 થી “Love All, Serve All” ના સૂત્ર સાથે સમગ્ર અમદાવાદમાં મફતમાં રિક્ષાની સેવા આપે છે અને આજે તે *”અમદાવાદ નો રીક્ષાવાળો”* તરીકે ઓળખાય છે. અત્યાર સુધી એમની રીક્ષામાં *અમિતાભ બચ્ચન, મોરારીબાપુ, કાજોલ, ચેતન ભગત, પરેશ રાવલ, આનંદીબેન, ઓમપ્રકાશ કોહલી(રાજયપાલ, ગુજરાત સરકાર), આશા પારેખ, દીપકભાઈ(દાદાભગવાન મંદિર)* જેવા અનેક Celebrity બેસી ને રિક્ષાનો આનંદ ઉઠાવી ચૂક્યા છે.

રિક્ષાની ખાસિયત એ છે કે દિવસની શરૂઆતમાં પ્રથમ વ્યક્તિને ઉદયભાઈ તરફથી ફ્રી છે તેમને તેમના પછીના પેસેંજર માટે પૈસા ચૂકવવાના અને તે પણ ચૂકવવા હોય તો નહીતો તે સવારીની કિંમત એક સ્માઈલ થી પણ ચૂકવી શકાય. રિક્ષામા પેસેંજર માટે તરસ લાગે તો પાણીની, ભૂખ લાગે તો નાસ્તાની, બેઠા બેઠા કંટાળો આવે તો પુસ્તક અને પેપર વાંચવાની પણ સુવિધા છે. નાના બાળકો માટે રમકડાં અને ચોકલેટની વ્યવસ્થા રિક્ષામાં કરેલ છે. જરૂરિયાતને મદદ માટે અક્ષયપાત્ર અને કચરો નાખવા કચરા પેટી પણ રિક્ષામાં ઉપલબ્ધ છે. રિક્ષામાં જાગૃતિમાટે વિવિધ સ્લોગનો પણ લખેલા છે જેવા કે “દોસ્ત નમસ્તે…કચરો ન ફેક રસ્તે”, “Be the Change”, “Serve All, Love All”, “હમ સબ એક હે” વગેરે વગેરે.

ઉદયભાઈ દ્વારા નામાંકિત સંસ્થાઓમાં પોતાના આ અનોખા અને પ્રેરણાદાયી પ્રયોગની વાત કરવા જાય છે જેવા કે ગુજરાત વિદ્યાપીઠ, આઈ.આઈ.ટી, TedX વગેરે વગેરે. ઉદયભાઈ હાલતા ચાલતા Motivational Guru જ છે. એમના આ પ્રયાસમા તેઓ સફળ પણ રહ્યા છે અને અનેક લોકોના જીવનમાં તેમને પ્રેરણા પૂરી પાડી છે.

વ્યાખ્યાનમાં હાજર તમામ ઉપસ્થિત લોકોએ રિક્ષા જોડે સેલ્ફી લેવા પડાપડી કરી હતી અને તેમને તમામની સાથે હસતા હસતા ફોટા પડાવ્યા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *