“દુબઈ”-મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ પ્રવાસ”
તા:22 થી તા:26 સપ્ટેમ્બર દરમિયાન નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ – મેમનગર ગામ ના 26 મનો દિવ્યાંગ બાળકો, તેમના શિક્ષક-ટ્રસ્ટી અને માતા-પિતા સહ કુલ 86 વ્યક્તિ દુબઈ પ્રવાસ અર્થે જઈ રહ્યા છે. વિદેશ પ્રવાસ માટે જનારી મેન્ટલી ડિસેબ્લડ સ્ટુડન્ટ્સ ની આ અૈતિહાસિક ગણી શકાય તેવી પ્રથમ ટુર છે.
અને એટલે જ આ ટુર ને “ફર્સ્ટ ઈન્ટરનેશનલ ટુર વિથ મેન્ટલી ચેલેન્જડ પસૅન” તરીકે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા,ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્ , એશિયા પેસિફિક બુક ઓફ રેકોર્ડસ્ અને લીમ્કા બુક ઓફ રેકોર્ડસ્ મા વર્લ્ડ રેકોર્ડ તરીકે સ્થાન મળવા જઈ રહ્યુ છે.
દુબઈ પહોંચતા ની સાથે જ આ વર્લ્ડ રેકોર્ડ ની નોંધ લેવામાં આવશે અને ટુર ના પરત ફર્યા બાદ વર્લ્ડ રેકોર્ડ ના સર્ટી એનાયત કરવામાં આવશે.
આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.