કથા સરદાર:- પરદેશમાં સરદાર :ભીમજી ખાચરિયા,જેતપુર.

આંતરરાષ્ટ્રીય ભારત રાજનીતિ વિશેષ

. ૧૯૧૦માં ઈંગલાંડ અભ્યાસ માટે જનાર સરદાર વ્યવહારું પટેલ હતા.બેરીસ્ટરની પદવી બાબતે સ્પષ્ટ નીતિ રાખનાર સરદારનું ધ્યાન નાટક ફીલ્મ કે મોજશોખને બદલે માત્ર અભ્યાસમાં જ હતું. અંગત મોજશોખથી દૂર રહી સાત હજાર માઇલ દૂરથી ભારતમાં રાજ કરનાર અંગ્રેજ પ્રજાને જોઈને જ સરદારે સંતોષ માની જીવન ઘડવાનું શરૂ કર્યું.

લંડનમાં મીડલ ટેમ્પલ સ્કૂલ અને ૨ આર્લ્ડજ વિલા રોડની વચ્ચે નવ કી.મી.નું અંતર હતું.સરદાર દરરોજ આટલું ચાલીને કોલેજ જતા. અઢી વર્ષના રહેઠાણ દરમિયાન સરદારે રહેઠાણ બદલ્યાં પણ ચાલવાનું તો ઓછું ન જ થયું.ચાલતાચાલતા સરદાર અભ્યાસ કરતા અને કાયદાની કલમો પાકી કરતા.આ લંડનની એ કોલેજ હતી જ્યાં મહાત્મા ગાંધી, મહમદઅલી ઝીણા ભણેલા.આ કોલેજને પણ ખબર ન હતી કે આ યુવાન એક દિવસ અમને એના દેશમાંથી કાંઠલો પકડીને કાઢી મૂકશે. વહેલી સવારે સાત વાગે ઘરેથી નીકળનાર સરદાર કોલેજ તથા લાયબ્રરીમાં સાંજના સાત વાગ્યા સુધી રહેતા. દિવસના ચા-દૂધ જ પીતા. મોંધી હોટલના ભોજનને બદલે હાથનું સાદુ ભોજન અને બુશકોટ પેન્ટને માથે ટોપી પહેરતા.પુરી કરકસર અને મન મૂકીને ભણનાર સરદાર બેરીસ્ટરીમાં પ્રથમ વર્ગમાં અને એ પણ પ્રથમ નંબરે પાસ થયા. લંડનમાં ડીગ્રી મળતી વખતે શહેરમાં સરઘસ નીકળતું.એમાં સરદાર પ્રથમ નંબરે પાસ થયા હોવાથી આ ખેડુત સૌની આગળ છાતી કાઢીને ચાલ્યો હતો.

જેવા પાસ થયા કે ભારત ભેગા થનાર સરદાર “ખોટ ખાય પણ ખોટી ન થાય” એ વાતથી ક્યાંય ફરવા પણ ન ગયા અને ચારેય તરફથી મળતા ભોજન માન સન્માનને એક બાજુ મૂકી મા વિનાના સંતાનો મણિબહેન તથા ડાહયાભાઈને ભેટવા દેશ ભણી દોટ મૂકી.ચહેરાંથી કડક અને કરડી નજરના સરદાર મુંબઈમાં મા વિના સંતાનોને ભેટી માથે હાથ ફેરવી અને ચોધાર આંસુએ રડતા બાળકોને છાના રાખ્યા ત્યારે જ હાશ થઈ ! ચતુર કરો વિચાર !!એ દશ્ય કેવું હશે !!! સંકલન-દિલીપ ઠાકર

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *