ધોરાજીમાં કોંગ્રેસના 7 નારાજ સભ્યો સામે પક્ષના જ સભ્યે પત્રિકા ફરતી કરી, ગણાવ્યા તક-સાધુ

ગુજરાત સમાચાર

ધોરાજી પાલિકા પાસે કરોડોની ગ્રાન્ટ છતાં પાલિકાના સતાધારી કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. થોડા દિવસ પહેલા જ પાલિકાના 7 સભ્યોએ નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના જ સભ્ય કોંગ્રેસ હાજી હનિફમીયા કાદરમીયા સૈયદે તમામ વિરૂદ્ધ એક પત્રિકા ફરતી કરી છે. જેમાં સાતેય નારાજ સભ્યોને તકસાધુ ગણાવ્યા છે. આંતરિક વિખવાદને કારણે ધોરાજી શહેરનો વિકાસ રૂંધાઇ ગયો
ધોરાજી નાગરપલિકામાં હાલ કુલ 36 સભ્યો છે જેમાંથી 22 સભ્યો કોંગ્રેસ પક્ષના છે જેથી બહુમતીથી આ પાલિકામાં કોંગ્રેસ પોતાનું શાસન ચલાવી રહી છે. પરંતુ શરૂઆતથી આંતરિક વિખવાદને કારણે ધોરાજી શહેરનો વિકાસ રૂંધાઇ ગયો છે. પાલિકા દ્વારા અત્યાર સુધી ત્રણ વખત જનરલ બોર્ડ બોલવામાં આવેલ અને શહેરના વિકાસના મુદ્દા મુકવામાં આવેલ છતાં સતાધારી કોંગ્રેસના સભ્યો દ્વારા આ વિકાસના કામોને બહાલી આપવામાં આવતી નથી. ધોરાજીની પ્રજાએ પોતાના શહેરના વિકાસ માટે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને ચૂંટી કાઢ્યા બાદ પાલિકામાં પણ કોંગ્રેસનું શાસન લાવ્યા પણ પાલિકાના અસંતુષ્ટ સભ્યો અને સ્થાનિક ધારાસભ્યને કારણે ધોરાજીની પ્રજાને શું કરવું એ પ્રશ્ન છે.

રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *