*યાદ પ્રકાર : તસવીરકાર !નિલેશ ધોળકિયા

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આપણાં સૌના જીવનમાં સર્જાતા ને યોજાતા ઘટનાક્રમ / પ્રસંગ / અવસરને આજીવન માટે કંડારી લેનાર એવા છબીકારો = ફોટોગ્રાફર કસબીઓને આજના World Photographer’s Day પર દિલથી ધન્યવાદ !

પોતાનું કર્તવ્ય કેટલાંય વિઘ્નોમાં સતત, અવિરત નિષ્ઠાથી અદા કરનાર તસવીરકારનું કામ કોઈપણ ભોગે જે – તે ઉત્સવ કે બાબતને કચકડે યાદગાર રીતે કન્ડારવાનું ભગીરથ હોય છે.

ઋતુ, સમય, પરિસ્થિતિ વિષમ અથવા દુર્ગમ હોય તો પણ પળેપળ ને જીવંત બનાવવાના સમર્પિત હુન્નરકારોને એટલે આદરથી જોઊં છું કે, તેઓ પોતાના ખુદના, પરિવારના ભોગે પણ ફાળવાયેલી ફરજો સંપૂર્ણ સભાનતાથી બજાવે છે.

યુધ્ધ, પૂર, હોનારત, આગ, ટોળાશાહીનો કે આતંકવાદીઓનો વિગ્રહ, કરફ્યુ, અંધારપટ, કુદરતી આપત્તિ જેવી અસંખ્ય કટોકટીની પરાકાષ્ઠાએ પણ પરદા પાછળ રહીને, જીવના જોખમે કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે વાહવાહી મેળવવાની ઝંખના વિના, આપણને તમામ કાર્યો ઉપરાંત વિવિધ ઉજવણીને વારંવાર વાગોળ્યા કરવાની પરોક્ષ તક આપનારા સૈા ફોટોગ્રાફરને ઋણ ચૂકવવાના આજના શુભ દિવસે વંદન, સ્પંદન, અભિનંદન !- નિલેશ ધોળકિયા

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *