મુખ્ય મંત્રીશ્રી તથા મંત્રી મંડળ દ્વારા વિશેષ સન્માન સમારોહ

ગુજરાત ભારત વિશેષ સમાચાર

મુખ્ય મંત્રી તથા મંત્રી મંડળ દ્વારા વિશેષ સન્માન સમારોહ
પટના હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તી પામતા જસ્ટીસ એમ.આર.શાહ તેમજ ઓરિસ્સાના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તી પામતાકે.એસ.ઝવેરીનું મોમેન્ટો આપી સન્માન કરાયુ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટણા
હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે તેમજ જસ્ટીસ કે.એસ.ઝવેરીની ઓરિસ્સાના ચીફ જસ્ટીસ તરીકે નિયુકતી માટે સમગ્ર ગુજરાત વતી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.સન્માન સમારોહમાં એમ.આર.શાહ તેમજ કે.એસ.ઝવેરીનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પુષ્પગુચ્છ તેમજ શાલ
ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું.

મુખ્ય મંત્રી એ ગુજરાત હાઇકોર્ટના બે જસ્ટીસની દેશના મહત્વપૂર્ણ એવા રાજ્યોમાં ચીફજસ્ટીસ તરીકેની નિયુક્તીને ગુજરાતના ગૌરવ સમાન ગણાવી હતી.મુખ્ય મંત્રી એ ગુજરાતના ચીફ જસ્ટીસ આર.કે. સુભાષરેડ્ડી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કેસોના ઝડપી નીકાલ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા
મુખ્ય મંત્રીએ જસ્ટીસ એમ.આર.શાહ દ્વારા શહેરની ટ્રાફિક અને દબાણો માટેના નિર્ણય માટે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્ય મંત્રી એ પ્રજાને સ્પર્શતી સમસ્યાઓને હલ કરવામાં ન્યાયતંત્રની સાથે રાજ્ય ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષરેડ્ડીએ જસ્ટીસ એમ.આર.શાહ તેમજ જસ્ટીસ કે.એસ.ઝવેરીની ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તી માટે શુભેચ્છાઓ પાઠવી ગુજરાતના પ્રજાજનો માટે વિશેષ પ્રદાન રહ્યું છે તેમ ઉમેર્યું હતું. ચીફ જસ્ટીસ રેડ્ડીએ ન્યાયતંત્રમાં રાજ્ય સરકારના સહયોગને મહત્વપૂર્ણ ગણાવી બિરદાવ્યા હતા.

ઓરિસ્સાના

ચીફ જસ્ટીસ તરીકે નિયુક્ત થયેલ કે.એસ.ઝવેરીએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,સમાજે મને આપ્યું છે તે મારી સેવાઓથી પરત કરવાનો પ્રયાસ કર્યો છે.પટના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્ત એમ.આર.શાહે જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં ગુજરાતનું પ્રદાન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે.આ સન્માન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કાયદા મંત્રી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ જે.એન.સિંઘ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, એડવોકેટ જનરલ કમલેશ ત્રિવેદી સહિત સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વન્યાયાધીશશ્રીઓ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા . સંકલન-દિલીપ ઠાકર

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *