મંદિરે દર્શન કરી પછી ઓટલે બે ઘડી બેસવાનું મહાત્મ્ય :-રમેશભાઈ ડેર

ગુજરાત ધાર્મિક સમાચાર

મંદિરે દર્શન કરી પછી ઓટલે બે ઘડી બેસવાનું મહાત્મ્ય :-રમેશભાઈ ડેર

આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ ?
શું કારણ હશે?
હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે.હમણાં ફક્ત ઓટલે બેસવાનું ચલણ ચાલી રહ્યું છે પણ હમણાં તે શ્લોક બોલતા નથી. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી પણ તમે તમારી આવનારી પેઢી ને જરૂર શીખવજો. ત્યાં બેસીને બોલવાનો શ્લોક :
*“અનાયાસેન મરણમ*
*વિના દૈન્યેન જીવનમ*
*દેહન્તે તવ સાનિધ્યમ*
*દેહીમે પરમેશ્વરમ”*
મંદિર માં જાવો ત્યારે તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે. જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યા ને પણ કહો કે તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને. આંખ ખુલ્લી રાખીને હાથ જોડીને દર્શન કરો બરોબર દર્શનને યાદ કરી લો. દર્શન થઇ ગયા પછી જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો. ત્યારે આંખ બંધ કરો. ધ્યાન કરો જે દર્શન કરેલ છે તે દેખાય છે નથી દેખાતું ? નાં દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ.
પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાવ. અને જયારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે ” હે, ભગવાન *અનાયાસેન મરણમ* એટલે મને તકલીફ વગરનું મરણ આપજો, *વિના દૈન્યેન જીવનમ* એટલે પરવાસતા વગરનું જીવન આપજો આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું, મને કઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું એવું જીવન નાં જોઈએ ભગવાન, *દેહાન્તે તવ સાનિધ્યમ* એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ, જેમ ભીષ્મ ને થયેલું તેમ. આ ત્રણ વસ્તુ મને આપો આ માંગણી નથી આ યાચના નથી, આ પ્રાર્થના છે.
પ્ર + અર્થના, અર્થના એટલે માંગણી યાચના પણ પ્ર એટલે પ્રકૃષ્ટ, આ પ્રકૃષ્ટઅર્થના છે. અને આ વાડી, ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કઈ નથી માગ્યું પણ આ ત્રણ શ્રેષ્ઠ માંગણી કરી છે.
આ આપણે મંદિરમાં દર્શન કરીએ પછી ઓટલે બેસી ને પછીબોલવાનું. ફક્ત બેસી રહેવાનું નથી. એટલા માટે મંદિરમાં જવાનું અગત્યનું છે જેથી આપણે પાછા આવતા સમયે ભગવાન પાસે આવી પ્રાર્થના કરી શકીએ . એહવાલ:-રમેશભાઇ ડેર,ઉપલેટા.

સ્ટોરી. કેડીભટ્ટ

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

1 thought on “મંદિરે દર્શન કરી પછી ઓટલે બે ઘડી બેસવાનું મહાત્મ્ય :-રમેશભાઈ ડેર

  1. Thank you very much Ramesh bhai Der ane Tej Gujarati for spreading such a meaningfull fact. I admit that before this article I didn’t understood why we seat after darshan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *