જગન્નાથજીની ૧૪૧મી નગરચર્યા – દિલીપ ઠાકર

સમાચાર

શનિવારે અષાઢી બીજે ગજકેસરી યોગ અને પુષ્પ નક્ષત્ર નો અનોખો સંયોગ હતો. નગર દેવતા જગન્નાથજીની ૧૪૧મી નગરચર્યામાં 18 ગજરાજ 101 ટ્રકો અને ઈસ 30 જેટલા અખાડા રથયાત્રામાં જોડાયા હતા. સતત બીજા વર્ષે ‘પહિદ વિધિ’ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્યમંત્રી નીતિન પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથજી રથયાત્રા પરંપરાગત માર્ગે ફરી હતી. સરસપુર ખાતે મોસાળમાં સરસપુર વાસીઓએ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નારદ સાથે આવેલ ભક્તોને પાકા ભોજન અને પુરી શાક પ્રેમથી જમાડ્યા હતા 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળાઓ ભજનની રમઝટ બોલાવી હતી નગર યાત્રા દરમિયાન લાખો લોકોને ઉપણ, મગ, જાંબુ, કેરી, કાકડી અને દાડમ નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજી મથુરા બનારસથી લવાયેલ રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપ્યા હતા. આધુનિક ઉપકરણોથી પોલીસ તંત્રે સલામતી વ્યવસ્થા સંભાળી હતી. મોટી સંખ્યામાં સંત સાધુઓ રથયાત્રામાં જોડાયા હતા તસવીર દિલીપ ઠાકર

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *