*પરમ નિ:સ્વાર્થી અને નિર્દંભી ભક્ત શબરી

ધાર્મિક

🔔 *વસ્તુની કિંમત નહીં, “ભાવ” જાણીએ !*પરમ નિ:સ્વાર્થી અને નિર્દંભી ભક્ત શબરી પાસે ચાર વસ્તુ જ હતી : સાવરણો, પાણી ભરેલાં બે માટલાં, એઠાં બોર અને માળા !
સાવરણો સ્વચ્છતાનું પ્રતીક છે. ભક્તનું મન સ્વચ્છ હોવું જોઇએ.
પાણી ભરેલાં બે માટલાં એ આંસુથી છલોછલ બે આંખો છે. આત્મીય / પ્રભુ કે ગુરૂની યાદ આવે ને આંખો છલકાઇ જાય એવો લગાવ એ બીજી શરત છે.
એઠાં બોર એ ફળ છે, ભક્ત પાસે પ્રભુને આપવા માટે કશું જ નહીં હોય તો ચાલશે પણ સારા કર્મોનું ફળ હોય તો બસ છે.
આખરી જણસ એટલે “માળા !” ભક્ત પાસે પોતાના સ્વજન કે ગુરૂએ આપેલો મંત્ર કે નામ હોવું જોઇએ.
જીવનમાં મંત્ર અને મિત્ર બંને જરૂરી છે. મિત્રનો ત્યાગ કરીએ તો સ્નેહ તૂટે અને મંત્રનો ત્યાગ કરીએ તો શક્તિ ખૂટે માટે બંને સાથે રાખવા. જે ભક્ત પાસે મનની સ્વચ્છતા હશે, આત્મીય જન / પ્રભુ કે ગુરૂની યાદમાં હર્ષાશ્રુ છલકાવતી તેજલ આંખો હશે તેમજ સત્કર્મોના ફળ ઉપરાંત પ્રેમી + પ્રભુ નામનું રટણ હશે એની ઝૂંપડીએ સામે ચાલીને પ્રભુ, અલૌકીકતા, દિવ્યતા, ધન્યતા, સમતા, મમતા તો રમતા – રમતા પધારશે !
જરુર છે આપણા નિર્મળ ને સ્વચ્છ હૈયાના હેતભર્યા હરખના હસ્તાક્ષર !
નિલેશ ધોળકિયા ✅ 💐🙏🏻

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

2 thoughts on “*પરમ નિ:સ્વાર્થી અને નિર્દંભી ભક્ત શબરી

  1. Rather good post. I simply found your site not to mention was going to believe which i experience unquestionably appreciated searching your blog items. In fact We are registering to an individuals feed and I we imagine you compose once soon enough!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *